સિહોર ગોપીનાથજી મહિલા કોલેજનું ગૌરવ


બ્રિજેશ ગૌસ્વામી
૧૦ ઓક્ટોબર વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ નિમિતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ, મનોવિજ્ઞાન ભવન દ્વારા માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાન સંદર્ભે માનસિક જાગૃતિ સૂચન સ્પર્ધા અને પોસ્ટર સ્પર્ધાનું આયોજન કરેલ. જેમાં પોસ્ટર સ્પર્ધામાં ૧૨૫ અને સૂચન સ્પર્ધામાં ૮૩ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. જેમાં આ સ્પર્ધામાં ગુજરાતના તમામ ખ્યાતનામ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. જેમાં પોસ્ટર સ્પર્ધામાં સિહોરની ગોપીનાથજી મહિલા કોલેજની મનોવિજ્ઞાન વિષયની વિદ્યાર્થીની કનોજિયા મનીષા યોગેશભાઈ તૃતીય સ્થાન પર આવેલ. અને માનસિક સ્વાસ્થ્ય સારું રાખવાની સુચન(વકતૃત્વ) સ્પર્ધામાં રાઠોડ આશિકા અશ્વપાલભાઈ પ્રથમ નંબર મેળવી સમગ્ર ગોપીનાથજી મહિલા કોલેજનુ ગૌરવ વધારેલ. સંસ્થાના ટ્રસ્ટીશ્રીરમેશભાઈ રાઠોડ, માર્ગદશક પ્રૉ. ડૉ. દિલીપભાઈ જોશી તેમજ આચાર્યશ્રી યોગેશભાઈ જોશી તથા સમગ્ર ગોપીનાથજી મહિલા કોલેજ પરિવાર અભિનંદન પાઠવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here