નવરાત્રીમાં નવરા બેસી રહેવા મજબૂર સિહોરના માટીના ઘડવૈયા


હરેશ પવાર
આસોના ભણકારા વાગી રહ્યા છે. ગણતરીના દિવસોમાં જ જગત જનની માં ભગવતી નવલા નોરતા રમવા પધરામણી કરશે પરંતુ આ કોરોના કાળમાં નોરતા ઉપર પણ લાગ્યું છે ગ્રહણ જેની સીધી અસર આ પર્વ સાથે જોડાયેલા નાના નાના વેપારીઓ અને પરિવાર ઉપર પડશે. નવરાત્રી નજીક આવી રહી છે ત્યારે માતાજીના ગરબામાં પણ મંદીને લઈ કોરોના એ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે ધંધા-રોજગાર અને ઉદ્યોગોમાં જોરદાર મંદી આવી ગઈ છે જેને પગલે નાના નાના ગૃહ ઉદ્યોગો તેમજ માટીના ગરબા બનાવતા પ્રજાપતિભાઈઓ કોરોના ને હિસાબે મંદીની ઝપટમાં આવી ગયા છે.આ તકે નવરાત્રિનો તહેવાર નજીક આવતા પ્રજાપતિ પરિવારો દ્વારા માતાજીના ગરબા બનાવવામાં આવે છે અને ગરબામાં ખાસ કરીને જૂદી જૂદી ડિઝાઈન બનાવવામાં આવે છે.

ગરબા વેચવા જવા માટે પોતાની રેકડી લઈને શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જાય છે કોરોના ના લીધે આવી પડેલ લોકડાઉન ભાગ મંદી અને બેરોજગારી ને લીધે માતાજીના ગરબા પણ વેચાતા નથી આ તકે વર્ષોથી માતાજીના ગરબા બનાવતા હોયતો આવી મંદીમાં સરકારશ્રીએ પ્રજાપતિ પરિવાર માં જૂજ સંખ્યા માટલા ઘડવા નું કામ કરે છે.ત્યારે સમાજ બે- રોજગાર ને લઈ મદદ કરીને આ માટી કામ કરી માટલા તાવડી.કોડિયા ગરબા વિગેરે માટી કામ ઉપર જીવન નિર્વાહ હોય આ સમાજ ને કોરોનાં ના માર માંથી ઉગારવા જોઈએ અન્ય ઉદ્યોગો અને ખેડૂતોને તો સહાય આપતી હોય તો આ સમાજ ને કેમ નહીં તેવું પ્રજાપતિ સમાજ અને માટી કામ માટીના વાસણો બનાવી ગુજરાન ચલાવતા હોય તો આ બાબતે સરકાર આ બાબતે કેમ અંદાજ કરી રહી છે તે એક સવાલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here