સિહોર એલડી મુનિ હાઇસ્કુલને અટલ લેબની મંજૂરી : કામગીરી પુરજોશમાં શરૂ

હરેશ પવાર
સિહોર એલડીમુની શિક્ષણિક સંસ્થા ખાતે અટલ લેબની તૈયાર કરવામાં શરૂ કરવામાં આવી છે આવતા નજીકના દિવસોમાં લેબનું ઉધ્ઘાટન કરી વિદ્યાર્થીઓ માટે લેબ ખુલ્લી મુકાશે ભારત સરકારના અટલ ટીંકરીંગ લેબ સ્થાપવામાં આવી રહી છે. જેમાં ગ્રામીણ ભારતના પ્રતિભાશાળી બાળકોના નવીન વિચારોને જરૂરી પ્લેટફોર્મ અને પર્યાવરણ પુરૂ પાડી વિશ્વ ફલકપર લઈ જવા તે તેના મુખ્ય ઉદ્દેશ્ય છે. સમગ્ર દેશમાં અને ખાસ કરીને રાજ્યમાં અનેક જગ્યાઓ પર લેબ હાલમાં કાર્યરત છે સાયન્સ ટેકનોલોજી, એન્જીનીયરીંગ અને ગણિતના વિષયો સાથે કામગીરી કરવાની હોય છે. લેબનો મુખ્ય હેતું બાળ પ્રતિમાને જિજ્ઞાસા વૃતિ સર્જનાત્મકતા અને કલ્પના શક્તિનો યોગ્ય વિકાસ કરીને તેમને વિશ્વ ફલકપર લઈ જવાનો ઉદ્દેશ્ય છે ત્યારે સિહોર એલડી મુનિ સ્કુલને સરકાર તરફથી દ્રારા અટલ લેબની મંજુરી મળેલ છે તેની કામગીરી પુર જોશમાં ચાલી રહી છે કલરકામ રીનોવેશન કોમ્પ્યુટર લેબ વગેરે કામગીરી શરૂ છે.ટુંક સમય વિજ્ઞાનના સાધનો આવશે અને જેઓને કાર્યરત કરવામાં આવશે તેવું શાળાના આચાર્ય જે.બે.અસારી દ્વારા જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here