સિહોરના સફાઈ કામદારો અને હાથરસની ઘટના મુદ્દે કાલે યાત્રા નીકળશે : દલિત અધિકાર મંચે કહ્યું આશ્રયજનક કાર્યક્રમ આપીશું


બ્રિજેશ ગૌસ્વામી
સિહોર નગરપાલિકાના સફાઈ કામદારો અને ઉત્તર પ્રદેશના હાથરસમાં દલિત સમાજ ની દીકરી મનીષા વાલ્મીકિ ના સમર્થન માં આચર્યજનક કાર્યક્રમ અને ન્યાય યાત્રાનું આયોજન કરાયું છે આવતીકાલે ગુરુવારે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા સિહોર નગરપાલિકામાં છેલ્લા ૨૦ વર્ષ થી રોજમદાર તરીકે કામ કરતાં સફાઈ કામદારો અને ગટર ના કામદારો અને કર્મચારીઓ ને કાયમી અધિકાર મળે સાંસદ ની છૂટણી સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે સફાઈ કામદારો ના પગ ધોયા હતા પરંતુ જે લોકો કોરોના ના કાળ માં જીવના જોખમે ગામની ગંદકી સાફ કરે છે તેના માટે ભાજપ સાસીત નગરપાલિકાઓ માં સફાઈ કામદારો ને અન્યાય કેમ સિહોર નગરપાલિકા દ્વારા મળતિયા ૭ લોકો ને કાયમી કરવાનો સર્વાનુમતે ઠરાવ થાય. આ લોકોના કેશ માં નગરપાલિકા કોર્ટ માં અપીલ નો કરે અને સફાઈ કામદારો કેશ જીતી ને આવે તો નગરપાલિકા કોર્ટ માં અપીલ કરે લોકો જાણી ગયા છે.

તમને દલિતો પ્રત્યે કેટલી લાગણી છે નગરપાલિકા ના સેટઅપ મુજબ અને સિનિયોરિટી ના આધારે તમામને ન્યાય મળે અને જે લોકો ઓફિસ માં બેસે છે જે સુપરવાઈજર છે જે મળતિયા પટ્ટાવાળા છે તેને ૩૦/૩૧ દિવસ નો પગાર અને ગામની ગંદકી સાફ કરે તેને ૨૪ દિવસ નો પગાર આવો ભેદ ભાવે કેમ ઉત્તર પ્રદેશ ના હાથરસ માં દલિત સમાજની દીકરી મનીષા વાલ્મીકિ ની નિર્મમ હત્યા કરવામાં આવી તેના ઉપર ગેંગ રેપ થયો તેના માતા પિતા નો વિરોધ હોવા સતા રાત્રિ ના ૨ વાગ્યે પોલિસ દલિત સમાજ ની દીકરીની લાશ સળગાવી દે હિન્દુ ધર્મ માં મહિલા ની અંતિમ સંસ્કાર વિધિ કરવામાં આવતી નથી છતાં પણ ઉત્તર પ્રદેશ પોલિસ દ્વારા વાલ્મીકિ સમાજ ની દીકરી ની લાશ ને સળગાવી દીધી બેન મનીષા વાલ્મીકિ ના ફોટા ને હળદર તિલક કરી આચાર્યજનક કાર્યક્રમ યોજાશે અને સિહોર નગરપાલિકાથી નાયબ કલેકટર સાહેબ ની કચેરી સુધી ન્યાય યાત્રાનું આયોજન કરાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here