આગામી ત્રણ મહિના સ્થાનિક સ્વારાજ્યની ચૂટણી મોકુફ રખાઇ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મુદત લંબાતા વહીવટદાર મૂકાશે તે પર મીટ મંડાઇ


હરેશ પવાર
રાજ્ય સરકારે સોમવારે ગુજરાતની તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ ત્રણ મહિના માટે મોકુફ રાખવાની ચૂંટણી પંચ થકી જાહેરાત કરાઈ છે. તેમ છતા જે સંસ્થાઓની મુદત પૂર્ણ થશે તે દિવસથી તેમાં વહિવટદારનું રાજ આવી જશે. જેને લઈને ચૂંટાયેલા પદાધિકારીઓ પાસેની તમામ સત્તાઓનો ઉપયોગ બંધ થઈ જશે. આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મુદત અંદાજે નવેમ્બર-ડીસેમ્બર મહિનામાં પૂર્ણ થઈ જાય છે.જેથી હવે વહીવટદાર નિમાશે કે નહીં તે મુદ્દે સૌની મીટ મંડાઇ છે ત્યારે કોરોનાને લઈને વધુ સક્રમણ ન થાય તે આશયથી ચૂંટણીઓ મોકુફ રાખવાની કરેલી માંગ બાદ રાજ્ય સરકારે સોમવારે ત્રણ મહિના માટે ચૂંટણી નહી યોજવા માટે જાહેરનામુ બહાર પાડયુ છે.

તેમ છતા જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મુદત પૂર્ણ થવાની છે તે સંસ્થાઓમાં તેજ દિવસથી વહિવટદાર નિમાઈ જશે.કઈ સંસ્થામાં વહિવટદારની જવાબદારી કોણ સંભાળશે સિહોર તાલુકા પંચાયતમાં જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટાયેલા સભ્યોની મુદત પૂર્ણ થવા જઈ રહી છે ત્યારે તે મુદત બાદ સામાન્ય રીતે નગરપાલિકામાં પ્રાંત ઓફીસર, તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી અથવા તો જિલ્લા પંચાયતના જાણકાર એવા અધિકારીને વહિવટદારની જવાબદારી સોંપવાની કાયદામાં જોગવાઈ છે. તેજ પ્રમાણે જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારી અથવા તો જીએસ કેડરના અધિકારીને વહિવટદાર તરીકે સરકાર મુકે તો નવાઈ નહી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here