અમે દસ વર્ષથી ઇચ્છિએ છે કે સિહોરની જનતાને ફિલ્ટર વાળું પાણી મળે : વિપક્ષની સ્થળ મુલાકાત

વિપક્ષના મુકેશ જાનીએ કહ્યું ફિલ્ટર વાળા પાણી મુદ્દે અમે શાસકોની સાથે પરંતુ ફિલ્ટર પ્લાન્ટની આડમાં એમના ભાઈઓએ જે ભષ્ટાચાર કર્યો છે તે ભોંમાં ભંડારાઇ ન જાય તે જોજો

હરેશ પવાર
છેલ્લા કેટલાક દિવસોથી સિહોરની જનતાને ફિલ્ટર વાળું અને ચોખ્ખું પાણી મળી રહે તે માટેની તજવીજ શરૂ થઈ છે વર્ષો પહેલા કરોડોના ખર્ચે સિહોર નગરપાલિકા દ્વારા તળાવની બાજુમાં ફિલ્ટર પ્લાન્ટ ઉભો કરાયો હતો. ત્યારથી લઈને આજ દિવસ સુધી શોભાના ગાંઠિયા સમાન ડુંગરોની ધૂળ ખાતો રહ્યો છે આ ફિલ્ટર પ્લાન્ટ શરૂ ન કરવા માટે થઈને આજ દિવસ સુધી કોની મેલી મુરાદ હતી એ જ સમજાયું નથી. હવે નવનિયુક્ત પાલિકા પ્રમુખ પુરા એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યા છે. સિહોરના વિકાસના અનેક કામો તેઓ હાથ ઉપર લઈ રહ્યા છે ત્યારે ફિલ્ટર પ્લાન્ટ પણ શરૂ કરવાની તજવીજો હાથ ધરી દેવામાં આવી છે. ફિલ્ટર પ્લાન્ટ શરૂ થાય અને સિહોરની પ્રજા ચોખ્ખુ પાણી મળે એ સારી બાબત છે.

પરંતુ આ ફિલ્ટર પ્લાન્ટ પાછળ આગળના પાલિકા સત્તાધીશો દ્વારા જે લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર કર્યા છે તેનું શું ? જેને લઈને આજે સિહોર કોંગ્રેસ ના મુકેશ જાની, કિરણ ઘેલડા સહિતના આગેવાનો ફિલ્ટર પ્લાન્ટ ખાતે રૂબરૂ મુલાકાત લીધી હતી. આ અગાઉ પણ વિપક્ષ દ્વારા ફિલ્ટર પ્લાન્ટ મુદ્દે અનેક રજૂઆતો અને વિરોધ પ્રદર્શન કરી ચુક્યા છે વિપક્ષના મુકેશ જાની દ્વારા કહેવામાં આવ્યું છે કે ફિલ્ટર પ્લાન્ટ શરૂ કરવાની આડમાં જુના ભ્રષ્ટાચાર ને દબાવાની કોશિશ કરવામાં આવી રહી હોય તેવું લાગે છે. પ્રજાના લાખો ના ખર્ચે બનાવવામાં આવેલો પ્લાન્ટ પાછળ અનેક ગોલમાલ થઈ ગઈ છે. ફિલ્ટર પ્લાન્ટ હકીકતે એજન્સીએ દ્વારા શરૂ કરી દેવાનો છે પરંતુ પાલિકા શા માટે કામગીરી કરીને જોડાણ કરી રહી છે એ જ સમજાતું નથી. ખેર વિપક્ષ કે કોઈ રાજકીય પક્ષ ગમેં તેટલા બૂમ બરાડાઓ પાડે પણ જ્યાં સુધી પ્રજા જાગશે નહિ ત્યાં સુધી આવા રાજકીય નેતાઓ પોતાના ઘર ભર્યા કરશે એ નક્કી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here