સ્વ મિત આલની પ્રથમ પુણ્યતિથિએ સર્વેરોગ નિદાન કેમ્પ યોજાયો, અસંખ્ય લોકોએ લાભ લીધો
દેવરાજ બુધેલીયા
સિહોરના આશાસ્પદ યુવાન મિત આલ જેમની ગઈકાલે પ્રથમ પુણ્યતિથિ હતી જેને લઈ પિતા રમેશભાઈ આલ અને પરિવાર દ્વારા શહેરના ગરીબ દર્દીઓ માટે સર્વેરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું નંદલાલ ભુતા સંસ્થાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ સર્વેરોગ નિદાન કેમ્પમાં શહેરના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો કેમ્પમાં તબીબી સેવાઓ સાથે જરૂરિયાત દર્દીઓને દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવી હતી કેમ્પમાં માલધારી સમાજના મોભી મેહુરભાઈ લવતુકાએ ખાસ હાજરી આપી હતી