છેલ્લા ૩૦ વર્ષથી કર્મીઓ કામ કરે છે કાયમી થવાની માંગ કરે છે નિવાડો આવતો નથી, સફાઈ કામદારોએ કર્યું વિરોધ પ્રદર્શન, પુરુષ કામદારોએ મુંડન કરાવી સાવરણાઓ લઈને કર્યું વિરોધ પ્રદર્શન, હાથરસ ની ઘટનાના આરોપીઓ ને કડક સજા ની કરી માંગ.

હરેશ પવાર : બ્રિજેશ ગૌસ્વામી
સિહોર નગરપાલિકામાં ૩૦ વર્ષથી હંગામી ધોરણે કામ કરતા સફાઇ કામદારોને આજદિન સુધી અનેક રજૂઆતો બાદ પણ કાયમી ન કરતા મુંડન કરી વિરોધ નોંધાવ્યો હતો તેમજ કાયમી કરવા તેમજ હાથરસની ઘટનાના આરોપીઓમાં ફાંસી ની સજા મળે તેવી માંગ સાથે ન.પા.પ્રમુખ ને આવેદનપત્ર પાઠવી તેમજ ન્યાય રેલી યોજી અધિક કલેકટર ને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી હતી.

નગરપાલિકાના ૧૦૦ કરતા વધુ સફાઈ કામદારો આજે પોતાને કાયમી કરવાની માંગ સાથે સિહોર નગરપાલિકા ખાતે પહોંચ્યા હતા.સિહોર નગરપાલિકા ખાતે ૩૦ વર્ષ થી હંગામી ધોરણે કામ કરતા આ સફાઈ કામદારોને કાયમી કરવાની માંગ અનેક વખત કરવામાં આવી છે.આમ છતાં આજદિન સુધી આ સફાઈ કર્મચારીઓ કાયમી ન કરવામાં આવ્યા હોય ત્યારે આજે પુરુષ અને મહિલા સફાઇ કામદારો ઝાડું સાથે સુત્રોચ્ચાંર કરી તેમજ પુરુષ કામદારો એ મુંડન કરાવી વિરોધ વ્યક્ત કર્યો હતો.

સાથે સાથે હાથરસ દુષ્કર્મ અને હત્યાની ઘટના માં આરોપીઓને ફાંસી ની સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી.આ બાબતે આજે સફાઈ કામદારો એ ન્યાય રેલી યોજી નગરપાલિકા પ્રમુખ ને આવેદનપત્ર પાઠવી કાયમી કરવા તેમજ અધિક કલેકટર ને હાથરસ ની ઘટનામાં આરોપીઓ ને કડક સજાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું.જો આ અંગે નગરપાલિકા દ્વારા કોઈ નિર્ણય નહિ લેવામાં આવે તો ઉગ્ર આંદોલન ની ચીમકી ઉચ્ચારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here