સિહોરની જનતાનું અહિત કરનાર કોણ.? ગતરાત્રીના ગૌતમેશ્વર તળાવના ચાર દરવાજા ખોલી નખાતા તંત્રમાં દોડધામ

વગર વરસાદે પાણીની રેલમછેલ થઈ, મોડીરાત્રીના સમયે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા દરવાજાઓ ખોલી નખાતા અથવા તો ઓટોમેટિક ખુલી જતા પાલિકા પ્રમુખ વિક્રમભાઈ સહિત ચેરમેનો પોલીસ પણ દોડી ગઈ

હરેશ પવાર : બ્રિજેશ ગૌસ્વામી
દસ દિવસ પૂર્વે સિહોરનું ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો થતા સિંહોરિજનોમાં હરખની હેલીઓ છલકાઈ ગઈ હતી. ગૌતમેશ્વર તળાવ એ સિહોર માટે કપરા સમયમાં જીવાદોરી સમાન છે. ત્યારે આ જ જીવાદોરી સમાન તળાવના ચાર બારણાં ગતરાત્રીના કોઈ અજાણ્યા ઇસમો દ્વારા ખોલી નાખતા અથવા ખુલી જતા તળાવના પાણીનો મોટો જથ્થો વહી ગયો હતો. ઉપરવાસ કે જિલ્લા માં એક છાટ પણ વરસાદ પડ્યો ન હતો છતાં તળાવ ના છલકાયા ના સમાચાર ને લઈને પાલિકા પ્રમુખ અને તંત્ર તાબડતોબ ઘટના સ્થળે આવી પહોંચ્યું હતું. અહીં તળાવના ચાર દરવાજા ખુલી જતા તાકીદે દરવાજા બંધ કરાવીને પાણી વહેતુ બંધ કરવામાં આવ્યું હતું.

તળાવના દરવાજા ખુલતા અનેક ચર્ચાઓ બજારોમાં સાંભળવા મળી હતી. સિહોરની જીવાદોરી સમાન ગૌતમેશ્વર તળાવના દરવાજા ખોલીને અમૂલ્ય પાણીનો વેડફાટ કરી સિહોરની પ્રજાની સુખાકારી ને મોટું નુકસાન થયું ત્યારે બીજી તરફ સહેલાઈથી આ દરવાજા ખુલી જતા હોય તો પાલિકા ની કામગીરી સામે પણ પ્રશ્નો ઉભા થઇ શકે છે. હાલ સિહોર પોલીસ મથકમાં આ અજાણ્યા ઈસમો સામે ફરિયાદ દાખલ કરવા લોકોની માંગ ઉઠી છે આ પ્રજાનું સુખ ની ઈર્ષામાં બળનારા આખરે કોણ ઈસમો છે કે ઓટોમેટિક ખુલી ગયા તે એક મોટો સવાલ અહીં ઉપસ્થિત થયો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here