શિક્ષકસંઘના સેવાકીય એક પછી એક કાર્યને બિરદાવવા ઘટે


હરેશ પવાર
સિહોર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા થેલેસેમિયા પીડિત બાળકો માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની પ્રેરણાથી આજ રોજ તાલુકાના પ્રાથમિક શિક્ષકો એ રક્તદાન કેમ્પનું આયોજન નવા ગુંદાળા પ્રાથમિક શાળા ખાતે યોજાઈ ગયો. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને તાલુકા સંઘના પ્રમુખ અને મહામંત્રીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ અને બહોળી સંખ્યામાં શિક્ષક ભાઈઓ – બહેનોએ રક્તદાન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. રક્તદાન – મહાદાન ઉક્તિને સાર્થક કરતા સિહોર તાલુકાના ગુરૂજનોએ ઉત્સાહભેર રક્તદાન કરી સમાજને પણ આ ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સિહોર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here