દર વર્ષે રાજપરા ખોડિયાર મંદિર ખાતે લાખ્ખો પદયાત્રીઓ પગપાળા આવતા હોય છે, મુખ્યમાર્ગો પર સેવાકેમ્પો ધમ-ધમતા હોઈ છે આ વર્ષે કપરા કાળમાં શ્રદ્ધાળુઓમાં ભારે હતાશા


બ્રિજેશ ગૌસ્વામી
દર વર્ષેના નવરાત્રી ટાણે સિહોર ઘાંઘળી અને ભાવનગરના મુખ્ય માર્ગો પદયાત્રીઓથી ધમધમતા હોઈ છે અનેક જગ્યાઓ પર સેવાકેમ્પો શરૂ થતાં હોય છે હાઇવે પર શ્રધ્ધાળુઓની ભારે ભીડ દેખાઈ છે અને નવરાત્રી સમયના ચાર પાંચ દિવસ આસ્થા અને ભક્તિ માહોલ સર્જાતો હોઈ છે પરંતુ આ વર્ષે કોરોનાના ગ્રહણમાં ધાર્મિક સ્થાનો પણ બાકાત નથી જેના કારણે રાજ્ય અને દેશના મોટાભાગના મંદિરો બંધ છે અને જેના કારણે આ વર્ષે નવરાત્રીના ટાણે રાજપરા ખોડિયાર મંદિર ખાતે પગપાળા આવતા શ્રદ્ધાળુંઓની સંખ્યા નહિવત હોવાથી મુખ્ય માર્ગો સુમસામ દેખાઈ રહ્યા છે વૈશ્વિક મહામારીના પગલે રાજપરા ખોડિયાર સ્થિતિ માં ખોડિયારના દ્વાર દર્શનાર્થીઓ સંખ્યા નહિવત રહી છે.

જેના કારણે સિહોર સાથે જિલ્લાના તમામ ધોરીમાર્ગ પદયાત્રીઓ અને સેવા કેમ્પ વિના સુમસામ ભાસી રહ્યા છે.બીજી બાજુ નવરાત્રીને સંલગ્ન સીઝનલ ધંધાના વ્યાપારીઓની આશા પર પાણી ફરી વળતા નિરાશામાં ધકેલાયા છે. સામાન્ય રીતે આ દિવસો દરમિયાન માં ખોડીયારના દર્શને જતા તમામ રસ્તા પદયાત્રીઓાથી ગાજતા હોય છે. ઠેર-ઠેર પદયાત્રીઓ માટે સેવા કેમ્પ ૨૪ કલાક ધમાધમતા હોય છે. પદયાત્રી હોય કે વાહન ચાલકો માં ખોડિયારના ગરબા વગાડતા, જય જયકાર કરતા પંથ કાપતા હોય છે.

વાતાવરણમાં માં ખોડિયારની ધુપની મહેક પ્રસરતી હોય છે. જોકે આ વર્ષે કોરોનાના કારણે રસ્તા સુમસામ ભાસે છે. ઉપરાંત નવરાત્રી દરમ્યાન ઈલેકટ્રીક માલ-સામાનની દુકાનોમાં પણ ઝાકઝમાળની જગ્યાએ રોશની ઓજપાતી જોવા મળે છે. તેમજ માતાજીની ચુંદડી, પુજાપો વહેંચતા વેપારીઓના કહેવા ભુતકાળમાં ક્યારેય આવા કપરા સમયનો સામનો નથી કરવો પડયો. અત્રે ઉલ્લેખનીય છે કે માતાજીના નીજ મંદિરમાં સાકર, નાળિયેર, ચુંદડી પધારાવવા પર પ્રતિબંધ હોવાથી પુજાપાની આવી વસ્તુઓ લોકો ખરીદતા પણ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here