એક સમયે કર્મચારીઓને કાયમી કરવાના મામલે ઘમાસાણ જેવી સ્થિતિ સર્જાઈ, ભર સભામાં વિપક્ષે દેખાવ કર્યો, હોહા અને દેકારા પડકારાની વચ્ચે વાતાવરણ ઉગ્ર બન્યું,

ચાલુ સભાએ વિપક્ષ દ્વારા વોકઆઉટની ચિમકી ઉચ્ચારતા ભારે ગરમાં-ગરમી, સભામાં ૬ કરોડથી વધુના વિકાસના કામોને મંજૂરીની મ્હોર, એકાદ કરોડના ખર્ચે શહેરના રસ્તોઓ રીપેર થશે,


હરેશ પવાર : બ્રિજેશ ગૌસ્વામી
સિહોર નગરપાલિકા ખાતે આજે મળેલી સાધારણ સભામાં ભારે દેકારો મચ્યો હતો વિપક્ષના સભ્યો પોસ્ટરો લઈને બેઠકમાં ઘુસી જઈને કર્મચારીઓને કાયમી કરવાના મામલે ભારે હંગામો અને દેકારો મચાવ્યો હતો એક સમયે બેઠમમાં ધમાસણ સર્જાઈ તેવી સ્થિતિ ઉભી થઇ હતી અને સભામાં ભારે ગરમાં-ગરમી અને ઉગ્ર ચર્ચાઓ વચ્ચે આજની સભામાં દેકારા પડકારા અને કર્મચારીઓ મામલે વિપક્ષના દેખાવ મામલે સભા ટોક ઓફ ધ ટાઉન રહી હતી છેલ્લા કેટલાક દિવસોથી સિહોરમાં નગરપાલિકા સફાઈ કર્મીઓને કાયમી કરવાનો મામલો ખૂબ ચર્ચામાં છે ત્યારે આજે સિહોર નગરપાલિકા ખાતે સાધારણ સભા મળી હતી.

જેમાં વિપક્ષ દ્વારા કર્મચારીઓને કાયમી કરવા ભારે દેકારા-પડકારા કરી દેખાવો કર્યા હતા કર્મચારીઓ મુદ્દે ભરસભાએ વિપક્ષે હંગામો મચાવી દીધો હતો સભા તોફાની રહી હતી આજે સિહોર નગરપાલિકાની ખાસ સાધારણ સભા નગરપાલિકા પ્રમુખ વિ.ડી.નકુમની અધ્યક્ષ સ્થાને અને ચીફ ઓફિસર મકરાણાની હાજરીમાં મળી હતી જેમાં વિકાસ માટે ૬ કરોડના વિકાસના કામો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ ચોમાસામાં વરસાદને લીધે ૧ થી ૯ વોર્ડના વિસ્તારમાં તૂટી ગયેલા રસ્તાઓન રીપેરીંગ કામ માટે ૧ કરોડ નો ખર્ચ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ બેઠકમાં દેશના બંધારણ ના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકર ઓડિટોરિયમ હોલ બનાવવા નો નિર્ણય કરવામાં આવ્યો છે.

શહેરના મુખ્ય માર્ગો તેમજ પ્રચલિત ચોકમાં સીસીટીવી કેમેરા ફિટ કરવાનો નિર્ણય સભામાં કરવામાં આવેલ છે. નગરપાલિકા માં વર્ષો જુના રોજમદાર કર્મચારીઓ તેમજ કાયમી ગુજરી ગયેલ કર્મચારીઓના વારસદારોને રહેમ રહે નોકરી આપવા નિયમાનુસાર કાર્યવાહી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. અહીં બેઠકમાં દીપશનગભાઈ રાઠોડે ઉચ્ચારયુ હતું કે સરકાર ના નિયમ મુજબ દરેક ચેરમેનોની નિમણુંક પ્રમુખની જેમ અઢી વર્ષની થાય છે જે બાબતે ઉગ્ર રજુઆત કરી હતી.

ત્યારે અહીં કર્મચારીઓને કાયમી કરવાં બાબત ને લઈને વિપક્ષ પોસ્ટર સાથે હંગામો મચાવી વિરોધ કર્યો હતો જેમાં પક્ષ વિપક્ષ આમને સામને આવી જતા વિપક્ષ દ્વારા વોકઆઉટની ચીમકી ઉચ્ચારી હતી કર્મચારીઓ મુદ્દે પ્રમુખ સ્થાનેથી વિપક્ષના કારણે કર્મચારીઓ કાયમી નથી થયાનું કહેતા વિપક્ષના મુકેશ જાની ધુંઆપુઆ થયા હતા અને એક સમયે પ્રમુખને કહેલું કે જે આક્ષેપો કર્યા છે એના એવીડન્સ આપો જે સમગ્ર મામલે ભારે ગરમાં-ગરમી થઈ હતી સમગ્ર બેઠકમાં કર્મચારીઓને કાયમી કરવાનો મુદ્દો છવાયેલો રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here