સિંહપુરના ડુંગરે બિરાજતી માં સિહોરી

સિહોરનું સદાય રક્ષણ કરતી માં સિહોરીને સદાય નતમસ્તક વંદન

વિશેષ દર્શન જોશી
નવરાત્રી એટલે આદ્યશક્તિ મા ભગવતીના નવ સ્વરૂપોનું પૂજન અને આરાધના કરવાના નવ દિવસો. ત્યારે આવા શક્તિના પર્વમાં વાત કરીએ એક શક્તિ સ્વરૂપની. સિંહપુર એટલે આજનું સિહોર. સિહોરની મધ્યમાં ડુંગરની ટોચે બિરાજે છે મા સિહોરી. સિહોરી માતાના ઇતિહાસ સાથે તો અનેક લોકવાયકા જોડાયેલી છે. શહેરની મધ્યમાં ટોચ ઉપર બિરાજતા આદ્યશક્તિ મા સિહોરી બારે વરણના કુળદેવી છે. અહીં મંદિર સુધી પહોંચવા માટેના ત્રણ રસ્તાઓ છે. અહીં શ્રદ્ધાળુઓ દરેક પૂનમએ માતાજીના દર્શન કરવા આસ્થા સાથે આવી પહોંચે છે.

સિહોરીજનો માટે આ આસ્થાનું શક્તિ કેન્દ્ર છે. અહીં મંદિરની ટોચ ઉપરથી સમગ્ર સિહોરના દર્શન અદભુત રીતે થાય છે.અહીં નવરાત્રીના નવમા દિવસે માતાજીના હવનનું ભવ્ય આયોજન કરવાંમાં આવે છે. અહીં આવતા શ્રદ્ધાળુઓ માટે કાયમિક અન્નક્ષેત્ર પણ શરૂ કરવામાં આવ્યું છે. કહેવાય છે કે ડુંગર ઉપર બિરાજીને મા સિહોરી સમગ્ર સિહોરનું રક્ષણ કરે છે. તો ચાલો અહીંથી જ મા સિહોરીને નતમસ્તક નમન કરીને કૃપા મેળવીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here