નવરાત્રી ધાર્મિક મુલ્ય અને સંસ્કૃતિની ઝાંખી કરાવે છે : મિલન કુવાડિયા


શંખનાદ સંસ્થાના સંચાલક અને લોકનેતાનું બિરુદ મેળવનાર મિલન કુવાડિયાએ આજથી પ્રારંભ થઇ રહેલ નવરાત્રી પર્વની શહેરીજનોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું છે કે નવરાત્રી દેવી દુર્ગાના ઉત્સવનું પ્રતિક છે, જે દેવીને શકિત ના સ્વરૂપે વ્યકત કરે છે. તહેવારો જીવનમાં આવતા સંઘર્ષનો સામનો કરવાનો સંદેશ આપે છે.

ગરબાનું સ્થાપન, માતાજીની આરાધના ઉપાસના, નૃત્ય અને સંગીતની ધૂમ ચાલે છે. ત્યારે નવરાત્રી ગુજરાતના ધાર્મિક મૂલ્ય, સમૃધ્ધ ઇતિહાસ, સંસ્કૃતી, પરંપરાની ઝાખી કરાવે છે. નવરાત્રી દરમિયાન દુનિયાભરના લોકો ગુજરાતની પરંપરા અને સંસ્કૃતિને માણવા માટે આવે છે. શહેરીજનો શકિત અને આરાધના ના આ પર્વને ભકિતભાવપૂર્વક ઉજવે અને મા જગદંબાની કૃપા પ્રાપ્ત કરે નવરાત્રી દેવી દુર્ગાના ઉત્સવનું પ્રતિક છે.

દેવીને શકિતના સ્વરૂપે વ્યકત કરે છે. આસો સુદ એકમથી નોમ સુધી નવરાત્રી ઉત્સવ મનાવવામાં આવે છે, ઘર-ઘરમાં આદ્યશકિતની આરાધના થાય છે. આસુરી ભીસમાંથી મુકત થવા દેવી શકિતની આરાધના અનિવાર્ય છે. નવરાત્રીમાં ઇશ્વર પ્રત્યેથી ભકિત અને અધ્યાત્મનો સંગમ થતો જોવા મળે છે. ત્યારે  હાલ કોરોનાના આ કષ્ટદાયક કાળમાં નવરાત્રી પવ દરમિયાન ઘરમાં જ રહી માતાજીની આરાધના કરવી હીતાવહ છે. આ સંકટ સમયમાં લડવા માટે ‘માં જંગદંબા’ શકિત પૂરી પાડે તે પ્રાર્થના
– મિલન કુવાડિયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here