સિહોરમાં ડો.ભરત પુરોહિતની હોસ્પિટલ માંથી ગેરકાયદેસર વાઇફાઇ સોનોગ્રાફી મશીન ઝડપાયું,

જિલ્લા આરોગ્ય વિભાગ અને ડૉ જયેશ વકાણી અને ટિમ ડો પુરોહિતના દવાખાને ત્રાડકી, ડો ભરત પુરોહિત રંગે હાથ ઝડપાયા

દેવરાજ બુધેલીયા
સિહોરમાં ડો.ભરત પુરોહિતની હોસ્પિટલમાંથી ગેરકાયદેસર વાઇફાઇ સોનોગ્રાફી મશીન ઝડપાયું છે ના અહેવાલો સમી સાંજના ૬/૪૫ કલાકે મળી રહ્યા છે જિલ્લા આરોગ્ય વિભાગ ટીમે દરોડો પાડ્યો છે અને ભરત પુરોહિત હાજર રૂબરૂ મળી છે ત્યારે સિહોરમાં તબીબી જગતમાં ભારે ચકચાર મચી છે ભૃણ હત્યાના કાવત્રાને અટકાવવાની ખાસ ઝુંબેશ, કાયદાકીય ઝુંબેશ અને લોક જાગૃતિના ભાગરૂપે સિહોર ખાતે આયુર્વેદિક ડિગ્રી ધરાવતા વૈદ્ય ભરત પુરોહિતના દવાખાનાની તપાસ હાથ ધરવામાં આવેલ હતી.

જેમાં ગેરકાયદેસર પોર્ટેબલ વાઇફાઇ સોનોગ્રાફી મશીનનો ઉપયોગ કરતા ડો.ભરતભાઈ પુરોહિત સ્થળ પર જ રંગેહાથ ઝડપાઇ જતા સ્થળ પર પોર્ટેબલ વાઇફાઇ સોનોગ્રાફી મશીન અને ઇમેજ જોવા માટેનું ટેબલેટ, મોબાઈલ ચાર્જર વગેરે સાધનો પંચોની હાજરીમાં જપ્ત કરવામા આવ્યા હતા.જે અન્વયે હાલ આગળની કાયદેસરની કાર્યવાહી તંત્ર દ્વારા શરૂ છે. અગાઉ ૨૦૦૮ના વર્ષમાં આ તબીબ સામે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી.

તદુપરાંત ૨૦૧૫ માં પણ આ ડોકટર સામે માતામરણ થવા બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી આ કાર્યવાહીમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.જયેશ વકાણી, નિપુલ ગોંડલિયા,ધારીણીબેન ત્રિવેદી, પ્રતિક ઓઝા તથા તાલુકાની ટીમના સભ્યો દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here