સિહોર નગર પાલિકાની જગ્યામાં ગેરકાયદેસર પ્રવેશ કરનાર ૪ સામે પોલીસમાં ફરિયાદ, ૧.૫૦ લાખનું નુકશાન કર્યું

હરીશ પવાર
સિહોર નગરપાલિકાની જગ્યામાં ગેરકાયદેસર પ્રવેશ કરનાર સામે તંત્રએ કાર્યવાહી કરી છે અમારા સહયોગી હરેશ પવારના અહેવાલો મુજબ ખૂબ સિહોર નગરપાલિકા ચીફ ઓફિસરે ચાર શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે બાબત એવી છે કે નગરપાલિકાના જળુમ પંપ સ્ટેશન ફરતે મારેલી તાર ફેન્સિંગ તોડી ગેરકાયદેસર પ્રવેશ કરી લોખંડના પાઇપ બહાર કાઢી નગરપાલિકાની મિલ્કતને આશરે ૧.૫૦ લાખ જેવું નુકશાન કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે જેમાં હનીફ રંગીલા, કાળું હનીફ રંગીલા, રહીમ સૈયદ, સલીમ બાલાભાઈ રહે તમામ લીલાપીર સિહોર સામે પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે ઉલ્લેખનીય છે કે બે દિવસ આજ જગ્યા પર જેસીબી ચલાવવા બાબતે વિવાદ સર્જાયો હતો તેવું અમારા સહયોગી હરેશ પવારનું કહેવું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here