આપ પાર્ટી દ્વારા રેસ્ટ હાઉસ ખાતે યોજાયેલ જનસંવાદ કાર્યક્રમ સાથે સાથે સિહોર ખાતે કાર્યાલય પણ ખુલ્લું મુકાયું,

હરેશ પવાર
સિહોર ખાતે આજે આમ આદમી પાર્ટી દ્વારા જનસંવાદ કાર્યક્રમ યોજાયો હતો અને સિહોર ખાતે આમ આદમી કાર્યાલયનો પ્રારંભ કરાવાયો છે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ઉમેશભાઈ મકવાણાની હાજરીમાં બપોરના સમયે રેસ્ટ હાઉસ ખાતે જનસંવાદ કાર્યક્રમનું આયોજન થયું હતું જેમાં શહેરના પ્રશ્નો અને સમસ્યાઓની ચર્ચા કરવામાં આવી હતી ખાસ કરોને સિહોર નગરપાલિકાના વહીવટમાં કૌભાંડો ફિલ્ટર પ્લાન્ટ ગટર પીવાના પાણીની સમસ્યા સહિત ખખડજન રોડ સાથે શહેરને લગતી વિવિધ સમસ્યાઓનો સંવાદ અહીં થયો હતો.

આ કાર્યક્રમમાં તાલુકાના લોકોના પ્રશ્નોને તેમજ છેવાડાનો સાથ સૌનો વિકાસ યાદ કરી તેમને પ્રજાલક્ષી લોકશાહીની સ્થાપના માટે અરવિંદ કેજરીવાલના દિલ્હીના સદ્કાર્યોને વર્ણવી તેમની વિચારધારાના રૂપમાં લોકો વચ્ચે જીવંત રાખી તેમને કરેલા માનવ કલ્યાણ કાર્યોમાંથી સાર મેળવી લોકઉપયોગી કાર્યો કરવાના સંકલ્પ સાથે ભ્રષ્ટાચાર મુક્ત શાશન સ્થાપવાની વાત કરવામાં આવી હતી. આ સાથે સિહોર ટીમને લોકોએ આવનારી તાલુકા પંચાયત તેમજ જીલ્લા પંચાયતની ચૂંટણીમાં ભ્રષ્ટાચાર મુક્ત શાસન લાવવા માટે ખંભા સાથે ખંભો મિલાવી લોકો સહયોગ આપશે તેવો વિશ્વાસ આપ્યો હતો સાથે કાર્યાલયનું પણ ખુલ્લું મુકવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here