કોરોનાનુ સંક્રમણ અટકાવવા આરોગ્ય વિભાગ એલર્ટ, કોરોનાની સાંકળ તોડવા વધુમાં વધુ લોકોેએ કોરોના ટેસ્ટ કરાવવો જરૂરી


બ્રિજેશ ગૌસ્વામી
સિહોર શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે જઈ કોરોના વિશેની જાણકારી સાથે માહિતોઓ સાથે શહેર માટે વિવિધ ટિમો કામ કરી રહી છે અને સિહોર આરોગ્ય વિભાગ દ્વારા વડલાચોક અને અર્બન હેલ્થ સેન્ટર ખાતે સ્વૈચ્છિક કોરોના સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. ત્યારે ભરત મેમોરિયલ ટ્રષ્ટ અને અર્બન સેન્ટરના સંયુક્ત ઉપક્રમેં સિહોરના વડલાચોક ખાતે સ્વૈચ્છિક કોરોના ટેસ્ટીંગ કેમ્પ યોજાયો હતો કોરોના સંક્રમણને શહેરમાંમાં ફેલાતું અટકાવવા વધુમાં વધુ લોકો કોરોનાની તપાસ કરાવે તે ખૂબ જરૂરી છે. હાલ વિશ્વ કોવિડ-૧૯ની વૈશ્વિક મહામારીના કપરા સમયમાંથી પસાર થઇ રહેલ છે ત્યારે આ પરિસ્થિતિમાં લોકો કોઈપણ જાતના ડર વિના સ્વૈચ્છિક રીતે વિનામૂલ્યે નિદાન કરાવી શકે તે માટે આરોગ્ય શાખા દ્વારા સ્વેચ્છિક કોરોના ટેસ્ટિંગ સેન્ટર શરૂ કરવામાં આવેલ છે.

લોકો સ્વૈચ્છિક રીતે સદર સેન્ટરો ખાતે આવી કોરોના રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાવી શકે છે. જેનું રિઝલ્ટ ૫ થી ૧૦ મિનિટમાં મળતું હોય વ્યક્તિ જો કોરોના વાયરસથી સંક્રમિત હોય તો હોમ આઇસોલેશનમા રહીને તેના નજીકના કુટુંબના, અન્ય સહકર્મી લોકોને સંક્રમિત થતા અટકી શકે છે. લોકો બહોળા પ્રમાણમાં લાભ લઇ શકે તે હેતુથી હાલ લોકોની અવરજવર વધુ થતી હોય તેવા વિસ્તારોમાં સ્વૈચ્છિક કોરોના ટેસ્ટિંગ સેન્ટરો શરૂ કરવામાં આવેલ છે.  કોરોનાથી બચવા લોકોએ માસ્ક પહેરવુ, સામાજીક અંતર રાખવુ વગેરે નિયમનુ ખાસ પાલન કરવુ જરૂરી છે. આ ઉપરાંત તબીયત ખરાબ થતા સાવચેતી માટે રેપીડ ટેસ્ટ કરાવવો જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here