સિહોરનો શિક્ષક પરિવાર વતનમાં રજા માણવા ગયો અને તસ્કરો ઘરના મહેમાન બન્યા : સોના ચાંદી રોકડની ચોરી

હરેશ પવાર
સિહોર સાથે જિલ્લામાં તસ્કરોએ શિયાળાની જમાવટ થાય તેના પહેલા જમાવટ કરી રહ્યા છે દર શિયાળાના સમયમાં ચોરીના વધુ બનાવો બને છે સતત ઘરફોડ ચોરીનો ગ્રાફ ઉંચકાઈ રહે છે. સિહોર શહેરના માધવનગર ૨ માં રહેતો શિક્ષક પરિવાર પોતાના વતનમાં રજા માણવા ગયો હતો ત્યારે બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી રોકડ રકમ અને કિંમતી આભુષણ સહીત ચોરી કરી પલાયન થઇ જતા સમગ્ર વિસ્તારમાં ઘરફોડ ચોરોનો ભય ફેલાયો હતો. શિક્ષક પરિવારને ઘરમાં તસ્કરો ત્રાટક્યા હોવાની જાણ થતા તાબડતોડ પોતાના વતનથી આવીને સિહોર દોડી આવ્યા હતા અને સમગ્ર બનાવની પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી રાબેતા મુજબ પ્રાથમીક તપાસ હાથધરી કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથધરી હતી.દર વર્ષે શિયાળો જેમ જેમ જમાવટ કરે છે તેમ સિહોર તાલુકામાં પણ તસ્કરો જમાવટ કરતા રહે છે ઠંડીની સીઝનમાં ચોરીના બનાવો વધુ છે.

ત્યારે જેમ શિયાળાના શ્રીગણેશ થયા છે તેમ ચોરોએ બંધ મકાનોને નિશાન બનાવવાનું મુર્હૂત કર્યું છે સિહોરના માધવનગર ૨ માં રહેતા વિજયભાઈ મુંજાણી જેઓ શિક્ષક છે જે તહેવારોને લઈ પરિવાર સાથે પોતાના વતનમાં ગયા હતા ત્યારે તેમના બંધ મકાનના દરવાજાનું તાળું નકુચા તોડી તસ્કરો ત્રાટકી કબાટના લોક તોડી નાખી રોકડ સોના-ચાંદીના દાગીના ચોરી કરી રફુચક્કર થઇ ગયા હતા પોતાના ઘરના તાળા તૂટ્યા હોવાની જાણ શિક્ષક પરિવારને થતા શિક્ષક પરિવાર પોતાના વતનથી સિહોર પોતાના રહેણાંકી મકાને દોડી આવીને તપાસ કરતા સમગ્ર બનાવની પોલીસને જાણ કરી હતી પોલીસે ચોર તસ્કર ગેંગને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથધરી ચક્રો ગતિમાન કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here