ફાફડા અને જલેબીના સેમ્પલ લેવામાં આવ્યા, લોકોનાં આરોગ્યને ધ્યાનમાં રાખીને દરોડાંની કાર્યવાહી કરવામાં આવી, વેપારીઓમાં રોષ

હરેશ પવાર
દશેરા નિમિત્તે સિહોરીઓ લાખ્ખો રૂપિયાના ફાફડા અને જલેબી આરોગી જતા હોય છે. બીજી તરફ ફાફડા અને જલેબીને કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા ન થાય તે માટે આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે. આજે શુક્રવારે સિહોરની અનેક જગ્યાએ દરોડાંની કાર્યવાહી કરવામાં આવી હતી અને વિવિધ દુકાનોમાંથી સેમ્પલો લેવામાં આવ્યા હતા. નોંધનીય છે કે દશેરાના દિવસે ફાફડા અને જલેબીની ખૂબ માંગ રહેતી હોય છે. જોકે ધંધાના સમયે તંત્રની હેરાનગતિના કારણે વેપારીઓએ રોષ વ્યકત કર્યો હતો ફરસાણના વેપારીઓ હલકી વસ્તુઓમાંથી ફરસાણ બનાવી લોકોને ન આપે તે માટે આરોગ્ય વિભાગે સિહોરના વિવિધ વિસ્તારોમાં કાર્યવાહી હાથ ધરી હતી દરોડાંની કાર્યવાહી દરમિયાન ફાફડા અને જલેબીના સેમ્પલ લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે વેપારીઓ એકના એક તેલમાં જ ફરસાણ તળતા હોવાથી તેલના પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત જે જગ્યાએ ફરસાણ બનાવવામાં આવે છે તે જગ્યાએ પૂરતી સ્વચ્છતા છે કે નહીં તેની ચકાસણી પણ કરવામાં આવી હતી.

બોક્સ..

નાના ફરસાણ વાળા ઓને હેરાન કરવા નું કારણશું.?.

તેમજ દશેરા તહેવાર માં માત્ર ગ્રાહકો ફરસાણ નથી લેતા મીઠાઈઓ પણ લેતાં હોય છે.ત્યારે સિહોર ની મીઠાઈ ઓ તેમાં ખાસ પેંડા દેશભર માં પ્રખ્યાત છૅ ત્યારે આ ફ્રુડ એન્ડ ડ્રગ ના અધિકારી લોકડાઉન વખતે તપાસ કરવા આવી હતી ત્યારે અધિકારી દ્વારા વ્હાલા દવલા નીતિ અપનાવી હતી અમુક દુકાન ને ટાર્ગેટ બનાવે છે તો.બીજાં ઓ ને છાવરવાં માં આવે છે ત્યારે જાગૃત મીડિયા શંખનાદના વૈધિક સવાલ સામે જવાબદારો કોઈ જવાબ આપી શક્યા નહિ અને તેઓના હોશકોશ ઉડી ગયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here