પાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમની સફળ રજુઆત બાદ રોડ વચાળે ડિવાઇડર બનાવવાની કામગીરી શરૂ

મિલન કુવાડિયા
સિહોર શહેરના લોકોને હાશકારો થાય તેવા સમાચારની વિગતો આજે સાંજના ૬/૦૩ કલાકે શંખનાદના સંચાલક મિલન કુવાડિયા દ્વારા કાર્યાલય ખાતે ટેલિફોનિક આપવામાં આવી હતી કુવાડિયાનું કહેવું છે કે સિહોર નજીકથી પસાર થતો ભાવનગર રાજકોટ ધોરી માર્ગે વખતો વખત અકસ્માતોની હારમાળા સર્જાતી રહે છે અને નિર્દોષ લોકોનો ભોગ લેવાતો રહે છે ખાસ કરીને સિહોરની ટાણા ચોકડીથી રેસ્ટ હાઉસ સુધીના હાઇવે વચાણે ડિવાઈડર નહિ હોવાના કારણે અકસ્માતોની ઘટનાઓ વારંવાર બનતી પરંતુ હવે અકસ્માતની ઘટનાઓ અને બનાવો નહિવત બનશે કુવાડિયાએ કહ્યું હતું કે હવે આજથી ટાણા ચોકડીથી રેસ્ટ હાઉસ સુધીના રોડની વચાળે ડિવાઇડર બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને જેનો યશ અને શ્રેય નગરપાલિકાના પ્રમુખ વિક્રમભાઇ નકુમને છે કારણકે જેઓએ સિંહોરની જનતાની ચિંતા કરી રોડ વચાળે ડિવાઇડર બનાવવા માટેની માંગ કરી હતી અને જે આજે પુરી થઈ છે અને ડિવાઈડર બનાવવા માટેની કામગીરી શરૂ થઈ છે તેવું મિલન કુવાડિયા દ્વારા જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here