ખેડૂત આગેવાન ઘનશ્યામ મોરી કહે છે કે ખેતી અધિકારીનું કહેવું છે નુકશાની ક્યાં છે, તો ઑફિસમાં બેઠા બેઠા નુકશાની ખ્યાલ આવી જશે

અધિકારી કહે છે રિપોર્ટ આવે પછી સર્વે કરશું, ખેતી અધિકારી ક્યાં અને કોના રિપોર્ટની રાહ જોતું હશે તે મોટો સવાલ છે


સલીમ બરફવાળા
સિહોર સહિત તાલુકામાં ભારે કમોસમી વરસાદને લીધે ખેતીને વ્યાપક નુકશાન પહોંચ્યુ છે. ખેતીના નુકશાનને પગલે ખેડૂતોને આિર્થક નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે વળતરની માંગ ઉઠી છે જોકે માવઠા દરમિયાન તંત્ર દ્વારા હજુ કોઈ પણ પ્રકારના સર્વેના ઠેકાણા નથી ત્યારે ખેડૂત આગેવાન અને મૂંઝવણમાં મુકાયેલા ખેડૂત આગેવાનોએ રોષ વ્યકત કર્યો છે ત્યારે ચાલુ સાલે સિહોર તાલુકામાં કમોસમી વરસાદ થવાથી ખેડૂતોનો પાક નિષ્ફળ જતા ખેડૂતો દયનિય સ્થિતિમાં મુકાયા છે મોંઘાદાટ બિયારણ,ખાતર અને જંતુનાશક દવાઓનો ખર્ચે માથે પડતા દેવાના ખપ્પરમાં ખુંપી જતા તાલુકાના ખેડૂતોમાં ભારે આક્રોશ સાથે નિઃસહાય હાલતમાં મુકાયા હોવાનો અહેસાસ અનુભવી રહ્યા છે.

બંગાળની ખાડીમાં લો ડીપ્રેશન સર્જાતા હવામાનમાં પલટો આવતાં છેલ્લા ચાર દિવસ દરમિયાન સિહોર અને તળાજા તાલુકામાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેતરોમાં ઉભા પાક લણી રહેલા ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફેલાયું હતું. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબકતા મગફળી, કપાસ, સહીત અન્ય પાક તૈયાર થઈ ગયો હોવાને કારણે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક ખેતરમાં લહેરાતો પાક જમીનદોસ્ત થઇ જતા અને ખેતરમાં લણીને રાખેલ મગફળી પલળી જતા ખેડૂતોની હાલત પડતા પર પાટુ જેવી થઈ છે ત્યારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સિહોર તાલુકામાં પાક નુકસાની સર્વેના હજી ઠેકાણાં નથી ખેડૂત આગેવાન ઘનશ્યામભાઈ મોરીએ ખેતી અધિકારી સામે રોષ ઠાલવ્યો હતો

ઘનશ્યામભાઈનું કહેવું છે કે

ખેતી અધિકારી કહે છે કે નુકશાની ક્યાં છે તો ઑફિસમાં બેઠા બેઠા નુકશાની ખ્યાલ આવી જાય અધિકારી કહે છે કે રિપોર્ટ આવે પછી સર્વે કરશું તો ખેતી અધિકારી ક્યાં અને કોના રિપોર્ટની રાહ જોતું હશે મુખ્યમંત્રી રિપોર્ટ કરવાના હશે તેવો વૈધિક સવાલ ઘનશ્યામભાઈએ કર્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here