રંગોલી પાસે આવેલ કરદેજ રોડે સીએનજી ગેસ પંપ નજીક કારમાં આગ ભભૂકી ઉઠી, સિહોર ફાયર પોહચ્યું


ઓન ધ સ્પોટ..રાત્રીના ૮/૪૦
બ્રિજેશ ગૌસ્વામી : દેવરાજ બુધેલીયાઆ લખાઇ છે ત્યારે રાત્રીના ૮/૪૦ કલાકે અમારા સહયોગી બ્રિજેશ અને દેવરાજે બનાવ સ્થળેથી વિગતો આપતા જણાવ્યું હતું કે સિહોર ભાવનગર વચાળે આવેલ રંગોલી ચોકડી નજીક કરદેજ રોડે આવેલ સીએનજી ગેસ પંપ નજીક એક મોટરકારમાં આગ ભભૂકી ઉઠી છે બ્રિજેશનું કહેવું છે કે કરદેજ રોડે આવેલ સીએનજી ગેસ પંપ પાસે આજે રાત્રીના સમયે ભાવનગરથી સુરત તરફ જતી એક કારમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી.

ગેસ પંપ નજીક બનેલા બનાવને લઈ સ્વભાવીક આસપાસના વિસ્તારોમાં નાસભાગ મચી ગઇ હતી જોકે ઘટનાને પગલે કારમાં સવાર ચાલક સહિતના લોકો સમયસૂચકતા વાપરી કારની બહાર દોડી ગયા હતા જેને લઈને સદનસીબે જાનહાની ટળી હતી . બનાવની જાણ થતાં જ તુરંત સિહોરનો ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો જો કે આગ બુઝાવાય તે પહેલાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી . સદનસીબે આ ઘટનામાં જાનહાની થઈ ન હતી તેવું દેવરાજનું કહેવું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here