આજે સવારે બનેલી ગોઝારી ઘટનામાં ઘાંઘળી રોડ ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો, કાળમુખી મીની બસે ત્રણ ત્રણ બાળકોને નોંધારા કરી દીધા, ચોગઠ ખાતે નિવેદ માટે જતું હતું દંપતી, બે દીકરી અને એક દીકરાએ માતા પિતાની છત્રછાયા ગુમાવી.

હરેશ પવાર
સિહોરના ઘાંઘળી નજીક મીનીબસ અને બાઈક વચ્ચે આજે સવારે સર્જાયેલી ગોઝારો અકસ્માતની ઘટનામાં પતિ પત્ની બન્નેએ બનાવ સ્થળે અંતિમ શ્વાસ લીધા હતા સિહોર નજીક ઘાંઘળી રોડ પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં મહુવાના કરમદીયાનું દંપતી બાઇક પર ચોગઠ ગામે નિવેદ માટે જતા હોય તે સમયે કેબી ઇસ્પાત ફેકટરી નજીક બોટાડથી ભાવનગર તરફ આવી રહેલી એક ખાનગી મીની બસે અડફેટે લેતા આ દંપતી અકસ્માત બાદ ૧૦૦ મીટર રોડ પર ધસડાયું હતું અને બંનેના કમકમાટીભર્યા મોત નિપજયા હતા. આદ્યશક્તિ જગદંબાની આરાધના ના પર્વ એવી નવરાત્રીના નવમા નોરતે માતાજી ના નિવેદ માટે મહુવાના કરમદીયા ગામે રહેતા એભલ ગેમાભાઈ ડાભી તથા તેના પત્ની શોભાબેન બાઇક પર ચોગઠ ગામે જઈ રહ્યા હતા.

ત્યારે આ દંપતી ઘાંઘળી નજીક કેબી ઇસ્પાત ફેકટરી પાસેથી પસાર થઈ રહ્યા ત્યારે બોટાદ થી પુર ઝડપે આવી રહેલી એક ખાનગી મીની બસના ચાલકે આ દંપતી ને અડફેટે લીધું હતું અને બસ સાથે ની બાઇક ની ટક્કર બાદ પણ આ દંપતી ૧૦૦ મીટર રોડ પર ધસડાયું હતું અને બંનેના ઘટના સ્થળે કરુણ મોત નિપજયા હતા.આ બનાવ ને પગલે માર્ગ પરથી પસાર થતા વાહનો ત્યાં થંભી ગયા હતા અને તાકીદે પોલીસ ને જાણ કરી હતી.જ્યારે બંને ની લાશને પીએમ માટે ખસેડવામાં આવી હતી.આ અકસ્માત ની કરુણતા દ્રશ્યો પરથી જ જોઈ શકાય છે જ્યારે પોલીસે હાલ બસ ચાલક સામે ગુનો નોંધાવા અંગેની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here