નગરસેવક દીપશંગભાઈ રાઠોડના સંઘર્ષના મીઠા પરિણામો આવ્યા-લોકો માટે રાત દિવસ લડે છે આ લોકનેતા

હરેશ પવાર
સિહોરમાં ટાણા ચોકડી થી લઈને રેસ્ટહાઉસ સુધી ચાર પાંચ મોટી સોસાયટીઓ આવેલી છે. અહીં વોર્ડ નંબર પાંચમા રહેતા તમામ લોકોની વર્ષોથી એક ઈચ્છા હતી કે અહીં જો ડિવાઇડર બનાવી દેવામાં આવે તો અહીં અકસ્માતની સંખ્યા નહિવત બની જાય. અહીં રોડ પસાર કરતી વખતે ભારે ટ્રાફિક ના લીધે અનેક વખત લોકો મોતને ભેટ્યા છે. જેને લઈને અહીંના વિસ્તારના નગરસેવક દીપશંગભાઈ રાઠોડ દ્વારા લોકોની લાગણીને ધ્યાનમાં લઈને છેલ્લા અઢી વર્ષથી અહીં ડિવાઇડર બનાવવામાં આવે તે માટે થઈને તેઓ ભારે સંઘર્ષ કરી રહ્યા હતા. તેઓએ આ અઢી વર્ષ દરમિયાન અહીં વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ કમિટીમાં વાંધાઓ રજૂ કર્યા હતા અને પોતે કોર્ટમાં પણ આ બાબતે લડત આપી રહ્યા હતા. પરંતુ આ અઢી વર્ષના તેમના સંઘર્ષની આજે જીત થઈ હતી.

અહીંના રોડ ઉપર ડિવાઇડર ના શ્રી ગણેશ થતા તેમની મહેનત અને લોકો માટેની તેમની સેવાની લાગણીની જીત થઈ હતી. આ અંગે તેઓએ માજી પ્રમુખ દીપ્તિબહેન ત્રિવેદી નો આભાર માનીને કહ્યુ હતુ કે તેમને પણ તેમના કાર્યકાળ દરમ્યાન તેમને પણ લખીને આપ્યું હતું કે જ્યાં સુધી ડિવાઇડર ન બને ત્યાં સુધી નવા બાંધકામ ની મંજૂરી ન આપવી. આજે વોર્ડન ૫ ના નગરસેવક ની માંગણી અને લોકોની લાગણીની જીત થઈ છે. હવે ભારે ટ્રાફિક વાળા રોડમાં લોકોને રાહત મળશે. તેમને આ તબક્કે પાલિકા પ્રમુખ વી.ડી.નકુમ નો પણ આભાર વ્યક્ત કર્યો હતો. હવે આગામી બીજી લડત નું પણ તેમને બ્યુગલ ફુક્યું છે. ટાણા ચોકડીથી લઈને વડલા સુધીમાં ગેરકાયદેસર દબાણો દૂર કરીને અહીંના રસ્તાને પહોળો કરવો જેથી અકસ્માત થતા અટકે જેને લઈને હવે તેઓ ફરી ઝુંબેશ હાથ ધરશે. એમને વિશેષમાં.કહ્યું હતું કે લડત હંમેશા લોકોના હિત માટે લડું છું અને એ વોર્ડ મારો હોય કે ન હોય લોકોનું કામ કરવાનું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here