સિહોર વિદ્યામંજરી ખાતે વિષય શિક્ષક સાથે અગત્યની વાલી બેઠક મળી
બ્રિજેશ ગૌસ્વામી
સિહોર શહેરની સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ ખાતે દ્વિતીય સત્ર દરમિયાન લેવાયેલ V.T.P. (વિદ્યામંજરી ટેસ્ટ પ્રોગ્રામ) Round 1 & 2 નાં પરિણામ સંદર્ભે ધોરણ-૧૨ નાં વિદ્યાર્થીઓ માટે દરેક વિષયશિક્ષક સાથે એક અગત્યની વાલીમીટીંગનું વિશેષ આયોજન કરવામાં આવ્યું. આ વાલીમીટીંગમાં વાલીશ્રીઓ બહોળી સંખ્યામાં હાજર રહી પોતાનાં બાળકનું પરિણામ કેવી રીતે સારૂ થાય તેની દરેક વિષયશિક્ષક તેમજ મેનેજમેન્ટ ની ટીમ સાથે અભ્યાસકીય બાબતોની ચર્ચાવિચારણા કરી. જે મિટીંગ સિવાયના દિવસોમાં શક્ય બનતું નથી. તેથી આ દિવસે વાલીશ્રીઓને પોતાનાં બાળકનો પ્રોગ્રેસ રીપોર્ટ મળી રહે તે હેતુથી આ વાલીમીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વાલીમિટીંગને સફળ બનાવવા માટે વિદ્યામંજરી જ્ઞાનપીઠ શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.