સિહોર નગરપાલિકામાં ઇથોસ કંપની હેઠળ કામ કરતા ૪૦ કર્મીઓ ૬ મહિનાઓથી પગાર નથી થયો : આજે પગાર માટે રજૂઆતો થઈ

સમગ્ર પ્રકરણમાં જય મકવાણા નામના વ્યક્તિનું નામ ચર્ચામાં છે આ જય મકવાણા છે કોણ.? માવજી સરવૈયા કહે છે જય મકવાણાનો એકનો પગાર થાય છે..બીજા કર્મીઓને શુ મંજીરા વગાડવાના હશે.?


હરેશ પવાર : બ્રિજેશ ગૌસ્વામી
સિહોર નગરપાલિકાએ કોઈ ઇથોસ કંપની ને આપેલ કોન્ટ્રાક્ટ રદ કરાવી કર્મચારીઓ નો બાકી પગાર તાત્કાલિક ચુકવવાની રજૂઆતો થઈ છે નગરપાલિકા દ્વારા અલગ અલગ વિભાગોમાં ઇથોસ કંપની ને ૪૦ કરતાં વધારે કર્મચારીઓ ની બારોબાર ભરતી કરાઇ છે આ કંપની માટે ટેન્ડર થયા કે નહીં તે કોઈ ને ખબર નથી ઇથોસ કંપની માટે કર્મચારીઓના ઇન્ટરવ્યુ પૂર્વ નગરપાલિકાના પ્રમુખ દિપ્તીબેન ત્રિવેદી અને તત્કાલીન ચીફ ઓફિસર બરાળ દ્વારા લેવાયા હતા નીયમોનુસાર ઠરાવ કરાયેલ નહીં જાહેર નિવિદા કે ટેન્ડર કરેલ નહીં ઇથોસ કંપની ના કોઈ સુપરવાઈઝર નથી તેનું કામ નગરપાલિકા ના માણસો કરે છે આ કંપનિએ છેલ્લા ૬ મહિનાથી કર્મચારીઓ નો પગાર કર્યો નથી નવાઈ ની વાત એ છે કે જય મકવાણા નામના આજ કંપની ના કર્મચારીનો પગાર નિયમિત થાય છે તેના પી પી એફ / ઇપી એફ કાપવામાં આવે છે.

તો સફાઈ કામદારોના કેમ નહીં ? આ કૌભાંડમાં નગરપાલિકા ના અમુક કર્મચારીઓ અને પદઅધિકારીઓ સામેલ છે . નગરપાલિકામાં કામ કરતા તેમના પતિ મૃત્યુ પામતા સેજલ બહેન ને રહેમ રાહમાં રોજમદાર તરીકે લેવાયા હતા છેલ્લા પાંચ વર્ષ થી તે ફરજ બજાવતા હતા છતાં તેમને ઇથોસ કંપનીમાં કેમ અને કઈ રીતે સામેલ કરાયા અને સેજલ બેન સાથે એક મહિલા નગરસેવકના પતીને રોજમદાર તરીકે લેવાયેલ તો તેને હજુ રોજમદાર તરીકે ચાલુ રખાયા અને સેજલ બેન ને ઇથોસ કંપની માં કેમ સામેલ કરાયા તે મોટો સવાલ છે ઇથોસ કંપની ને નગરપાલિકા નો કોન્ટ્રાક્ટ કોણે આપ્યો ? નગરપાલિકા ને માણસોની જરૂર છે અને પ્રાઈવેટ એજન્સી ની જરૂર છે તેવી સિહોર નગરપાલિકાએ કયારે અને કયા ન્યુજ પેપરમાં જાહેરાત આપી તેની કોઈ વિગતો નથી નગરપાલિકાના ૪૦ કરતાં વધારે કર્મચારીઓ આજે છેલ્લા ૬ મહિનાથી પગાર માટે વલખાં મારે છે.

સમગ્ર પ્રકરણમાં જવાબદાર કોણ સિહોર નગરપાલિકા અને ઇથોસ કંપની બેય જગ્યાએ થી પગાર લેવા વાળા કર્મચારીઓ પણ છે તેની તપાસ કરાવી ફોજદારી રાહે કાર્યવાહી કરવા માં આવે નીયમોનુસાર ૪૬ % મહેકમ હોયતોજ સેટઅપ મંજૂર થાય પરંતુ સિહોર નગરપાલિકાના સત્તાધીસોએ ૬૫ % મહેકમ કોના કહેવાથી ભર્યું ? સરકાર દ્વારા વખતો વખત કોટ્રાક્ટ ઉપર ભર્તી કરવી નહીં તેવી ગાઈડલાઇન હોવા છતાં કેમ કોઈ પણ ઠરાવ ટેન્ડર કે કોઈ ની મંજૂરી વગર ઇથોસ કંપનીને કોટ્રાક્ટ અપાયો મળતીયાઓને ફાયદો કરાવવા કંપની ને ૧૬૯૦૦ અને રોજમંદારો ને ૧૦૦૦૦ ? ઇથોસ કંપની ને આપેલ ગેરકાયદેસર નો કોન્ટ્રાક્ટ રદ કરાવી અને કર્મચારીઓ નો પગાર તાત્કાલિક ચૂકવી અને ન્યાય નહીં આપવા માં આવે તો આખા ગુજરાત ના કર્મચારી યુનિયનો ને સાથે રાખી પ્રાઈવેટીકરણ સામે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here