કોરોનાની મહામારીના માહોલમાં ઉત્સવો પર પણ રોક યથાવત, ગત વર્ષે સિહોરના ક્રિકેટ ગ્રાઉન્ડમાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું

દેવરાજ બુધેલીયા
અસત્ય પર સત્યના વિજયના પર્વ વિજયાદશમીના તહેવારની સિહોર સાથે ગોહિલવાડમાં ઉજવણી કરાઈ હતી. કોરોનાની મહામારીના માહોલમાં આ વર્ષે આતશબાજી અને ઉન્માદના અભાવ વચ્ચે સિહોરના ક્રિકેટ ગ્રાઉન્ડમાં રાવણના પુતળાનું દહન કરવામાં ન આવતા સૌ કોઈએ રંજની લાગણી અનુભવી હતી. અધર્મ પર ધર્મના વિજયની ઉજવણી નિમીત્તે વિજયાદશમીના પર્વે સિહોરના વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા શહેરમાં ગતવર્ષે રાવણદહનના કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અને જેમાં હજારોની માનવમેદની વચ્ચે આતશબાજી સાથે રાવણનું પુતળાનું દહન થયું હતું તે વખતે શ્રોતાજનોમાં ખાસ કરીને બાળકો ખુશીથી છળી ઉઠ્યા હતા આ વર્ષે કોરોનાના કારણે બંધ રહેતા સ્થાનિક રહિશોમાં અને ખાસ કરીને બાળગોપાળમાં ભારે નારાજગી જન્મી હતી અને કાર્યક્રમનું આયોજન થયું ન હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here