સિહોરના ઓટલા વાળા મેલડી માતાજીની મહાઆરતી યોજાઈ

દેવરાજ બુધેલીયા
નવરાત્રીના નવ દિવસ સુના સુના પુરા થઈ ગયા હોય તેવું આવર્ષે સૌને લાગ્યું. ગરબા વગર ની નવરાત્રી એ અકલ્પનિય વાત ગુજરાતીઓ માટે કહેવાય. ત્યારે સિહોરના સ્ટેશન રોડ ઉપર આવેલ ઓટલાવાળા મેલડી માતાજીના મંદિરે નવ દિવસ માતાજીના પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.

ત્યારે અહીં માતાજીના મહાઆરતી નું આયોજન કરવામાં આવ્યું હતું. સંગીતના સથવારે અહીં માતાજીની મહાઆરતી કરીને ગરબાનું લાઈવ આયોજન કરવામાં આવ્યું હતું. મેલડી માતાજીના ઉપાસક કિશોરભાઈ રબારી દ્વારા કાર્યક્રમ ને સફળ કરવા ભારે જહેમત ઉઠાવી હતી. મોટી સંખ્યામાં માઈ ભક્તોએ મહાઆરતી નો લાભ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here