આજે શહેરની મુખ્ય બજારમાં ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરાઈ


દેવરાજ બુધેલીયા
નવરાત્રી સાથે જ દિવાળી પર્વના તહેવારના શ્રી ગણેશ થઈ જતા હોય છે. નવરાત્રી બાદ એક બાદ એક દિવાળી સુધી તહેવારોની હારમાળા લાગે છે. જેમાં બજારોમાં પણ લોકો ખરીદી કરવા માટે નીકળી પડતા હોય છે. ત્યારે સિહોરની મુખ્ય સાંકડી બજારમાં તહેવારોને ટાણે ટ્રાફિક ની સમસ્યા સર્જાય નહિ તે માટે આજે સિહોર પોલીસ મથકના પીઆઇ કે.ડી.ગોહિલ દ્વારા સ્ટાફ સાથે મુખ્ય બજારોમાં ટ્રાફીક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં રસ્તા ઉપર આડેધડ પાર્કિંગ કરેલ વાહનને દંડ ફટકારવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here