મકાતનાઢાળ જલુનોચોક વિસ્તારમાં ગઈકાલ બપોરથી પાવર વધ-ઘટના કારણે મોટી સમસ્યાઓ સર્જાઈ, અનેક ઘરના પરિવારોએ અંધકારમાં રાત્રી પસાર કરી

શંખનાદ કાર્યાલય
સિહોરના મકાતનાઢાળ જલુનાચોક વિસ્તારમાં ગઈકાલ બપોરના સમયથી પાવર વધ-ઘટના કારણે અનેક ઘરોના વીજ ઉપકરણો બળી જતા મોટી સમસ્યા સર્જાય હતી કેટલાક પરિવારોએ લાઈટો પંખા વગર અંધકારમાં રાત્રીને પસાર કરવાનો વારો આવ્યો હતો ગઈકાલ બપોરથી શહેરના મકાતનાઢાળ અને જલુનાચોક ચોક વિસ્તારમાં કોઈ મેજર વીજ પ્રોબ્લેમની સમસ્યા સર્જાય હતી પાવર વધ-ઘટ થવાના કારણે અનેકો રહીશોના ઘરોમાં વીજ ઉપકરણો જેવા કે પંખા, કુલર, લાઇટ, બલ્બ, ટીવી ફ્રીજ વગેરે ઉપકરણો બળીને ખાખ થઇ જવા પામ્યા હતા. એનેકોના વિજ મીટરો વીજ વાયરો બળી ગયા હતા.

રહીશોના વીજ ઉપકરણો ફૂંકાઇ જડતાં તેઓને આર્થિક નુક્સાન થવા પામ્યું હતું જોકે વિજકંપની ટિમો દ્વારા તુરંત કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ કલાકોની મહેનત બાદ પણ અહીંના વિસ્તારમાં ક્યાં અને કઈ જગ્યાઓ પર મેજર ફોલ્ટ છે તે નહિ મળતા અનેક પરિવારો અંધારામાં રાત્રી પસાર કરવી પડી હતી બીજી તરફ ગ્રાહકોના ટીવી, ફ્રીઝ,બલ્બ ,પંખા સહિત વિવિધ વીજ ઉપકરણો ઉડી ગયા ગયા હતા,જેના કારણે વીજ ગ્રાહકોને ખાસ્સું એવું નુકસાન થયું હતું. અચાનક હાઇવોલ્ટેજ પાવર કયા કારણે આવ્યો તે અંગે સવાલો ઉઠી રહયા છે અને લોકો રોષ વ્યકત કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here