ખેડૂતોની ભારે હોહા, કમોસમી વરસાદને પગલે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ સહાય આપવા કરી માંગ, ખેડૂતોએ મામલતદાર ને પાઠવ્યું આવેદનપત્ર, તાકીદે સર્વે કામગીરી કરી સહાય ચુકવવા કરી માંગ.

હરેશ પવાર : બ્રિજેશ ગૌસ્વામી
સિહોર અને આજુબાજુના વિસ્તારોમાં થોડા દિવસ પૂર્વે પડેલા ભારે કમોસમી વરસાદે મગફળીના પાકને ભારે નુકશાન કર્યું છે. જયારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ તા.૧૫-૧૦-૨૦ થી ૧૫-૧૧-૨૦ સુધીમાં ૨ ઇંચ થી વધુ પડેલા વરસાદને કમોસમી વરસાદ ગણી ૪ હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ રૂ. ૨૦૦૦૦ લેખે સહાય આપવાની જાહેરાત બાદ પણ હજુ સુધી આ અંગે સહાયનો કોઈ સર્વે કરવામાં ના આવ્યો હોય જેથી આ વિસ્તારના ખેડૂતો વરસાદમાં ખરાબ થઇ ગયેલી મગફળી સાથે મામલતદાર કચેરી એ પહોચ્યા હતા.

આ અંગે આવેદનપત્ર પાઠવી તાકીદે સહાય આપવા માંગ કરી હતી. સિહોર મામલતદાર કચેરી ખાતે આજે સિહોર પંથકના વિવિધ ગામોના ખેડૂતો આજે પોતાની કમોસમી વરસાદમાં બરબાદ થઇ ચુકેલા મગફળીના પાકને લઇ પહોચ્યા હતા. થોડા દિવસો પૂર્વે આ પંથકમાં ૪ થી ૫ ઇંચ જેટલો ધોધમાર કમોસમી વરસાદ વરસી જતા ખેડૂતોના મગફળી સહિતના અન્ય પાકોને નુકશાન થવા પામ્યું છે. ત્યારે આ વિસ્તારના ખેડૂતોએ મુખ્યમંત્રી દ્વારા કિસાન સહાય યોજના કે જેમાં ઠરાવ ક્રમાંક પફ્બ ૧૦૨૦૨૦/૧૯૯૪/ક.૭ ઠરાવ ક.(૨) કે જેમાં તા.૧૫-૧૦-૨૦ થી ૧૫-૧૧-૨૦ સુધીમાં ૨ ઇંચ થી વધુ પડેલા વરસાદને કમોસમી વરસાદ ગણી ૪ હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ રૂ. ૨૦૦૦૦ લેખે રૂ.૮૦,૦૦૦ સુધીનું વળતરની જાહેરાત કરવામાં આવી છે.

ત્યારે સિહોર પંથકમાં ગત તા.૧૮-૧૦-૨૦ ના રોજથી બે દિવસમાં ૪ ઈચ થી વધુ વરસાદ પડતા આ વિસ્તારના ખેડૂતોની મગફળીના પાકને ભારે નુકશાન પહોચ્યું છે. જયારે આજે ૮ દિવસ બાદ પણ આ અંગેની સહાય બાબતે કોઈ સર્વેની કામગીરી ના કરવામાં આવતા આજે વિવિધ ગામોના ખેડૂતો પોતાની ખરાબ થઇ ચુકેલી મગફળી સાથે સિહોર મામલતદાર કચેરી એ પહોચ્યા હતા અને ભારે સુત્રોચ્ચાર કરી તેમણે મુખ્યમંત્રી દ્વારા કિસાન સહાય યોજના હેઠળ તાકીદે સહાય ચુકવવા માંગ સાથેનું આવેદનપત્ર પાઠવ્યું હતું. .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here