નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર સહિતના કાફલાની મુખ્ય બજારોમાં સર્વે

હરેશ પવાર
સિહોરની મુખ્ય બજારનો ટ્રાફિક નો પ્રશ્ન વર્ષોથી માથાના દુખાવા સમાન રહ્યો છે. અનેક પાલિકા પ્રમુખ અને ઉચ્ચ અધિકારીઓ ની મહેનત બાદ પણ આ પ્રશ્ન જેમનો તેમ જ રહ્યો છે. ત્યારે આજે એક સારા સમાચાર મળતા એવું લાગે છે કે આગામી દિવસોમાં બજારો પહોળી અને ટ્રાફિક મુક્ત જોવા મળશે. જેમાં આજરોજ સિહોર નગરપાલિકાના પ્રમુખ વી.ડી.નકુમ. અને ચીફ ઓફિસર બી.એચ.મારક તથા નગરપાલિકા એન્જીનયરો ની ટિમ સાથે આજે મુખ્ય બજારોનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. સિહોરના ટ્રાફિક સમસ્યાની મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમની ફરિયાદો ને લઈને ઉચ્ચસ્તરે થયેલ ફરિયાદો લઈને દુકાનધારકો પોતાની દુકાનો આગળ દબાણ કરીને ફેરિયા અને રેકડી વાળા ને આપતા હોવાની ફરિયાદો, વેપારીઓ દ્વારા દુકાનો ના નડતરરૂપ ઓટલાઓ અને બીજી તરફ ગામડાંઓમાંથી ખરીદી માટે આવતી બહેનો દિકરીઓની છેડતી કરતી હોવાની પણ ફરિયાદોને લઈને

આવા દૂષણો ને ડામવા માટે થઈને પાલિકા પ્રમુખ આગામી દિવસોમાં મહત્વના નિર્ણયો હાથ ધરશે જેમાં આજે વડલા થી લઈને મુખ્ય બજારોમાં કેટલું દબાણ કરવામાં આવ્યું તેનું માપણી કરવામાં આવી હતી. કાલથી સર્વે હાથ ધરી દુકાનધારકો ને નોટિસ આપવામાં આવશે તેમજ દુકાન થી અઢી મીટર મજ અંદર વાહનો રાખવાના રહેશે જેમાં પાલિકા દ્વારા નિયમ મુજબના પટાઓ દોરવામાં આવશે. જો ગાડી નિયત કરેલ પટા ની બહાર રહેશે તો પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ પાલિકા દ્વારા લોકોના યોગ્ય પાર્કિંગ માટે પણ વિચારીને વ્યવસ્થા ગોઠવામાં આવશે જેમાં પહેલા સરકારી દવાખાના સામે આવેલ જી.ઇ.બી ના ખાંચા માં, બીજું જૂનું બાળમંદિર ગાંધી કોમ્પ્લેક્સ બાજુમાં અને ત્રીજું પાર્કિંગ પ્રગતનાથ રોડ વિસ્તારમાં કરવામાં આવશે. આ સાથે શહેર માટે એક સારા સમાચાર છે ત્યારે તંત્રની સાથે લોકોએ પણ સહકાર આપવો પડશે તો જ શહેરની સમસ્યા દૂર થશે.

 

વિપક્ષ નેતા કિરણભાઈ ઘેલડાએ કહ્યું કે


લ્યો કરો વાત : આ ગામમાં ધંધા નથી વેપારીઓને બોણીઓ થતી નથી અને ઓટલાઓ તોડવા છે આ પાલિકાને

સિહોર શહેરની ધંધાકીય શેત્રમાં માઠી બેઠી છે વેપારીઓના ધંધામાં સવારથી લઈ સાંજ સુધીમાં બોળીઓ થતી નથી વેપારીઓને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું કપરું બન્યું છે કોરોના પછી જીઆઈડીસી વિસ્તારમાં વસતા લોકો પોતાના વતન જતા રહ્યા છે ગામડાના લોકો પાસે આર્થિક રીતે પાયમાલ થઈ ગયા હોવાથી શહેરમાં હટાણું કરવા આવી શકતા નથી જેથી બજારમાં હાલ ટ્રાફિક નામની કોઈ સમસ્યાઓ નથી કારણકે ધંધાઓ જ બજારમાં નથી ભયાનક મંદીનો માહોલ છે વેપારીઓને સવારથી સાંજ સુધી બોળીઓ થતી નથી દિવાળી જેવા મહાપર્વમાં પાલિકા દ્વારા આવું નાટક કરવાનું કારણ શુ.

નવા પ્રમુખ ખોટો તમાશો અને હાઉ ઉભો કરાવી રહ્યા છે શહેરમાં સાંકડા રસ્તાઓ હોય સત્તાધિશોના પાપે છે બિલ્ડરો દ્વારા કોમ્પ્લેક્ષ બનાવેલ છે તેમને પાર્કિગ સુવિધાઓ નથી રાખી તો દુકાનધારકો કે ગ્રાહકો પોતાના વાહનો ક્યાં પાર્કિગ રાખીશકે તે વેધક પ્રશ્ન છે.. ..આ માટે ખોટા નાટકો બંધ કરી દેખાડો ન કરો અને વેપારીઓ ને લોકડાઉન તેમજ મોંઘવારી નડી રહી છે મોટું નુકસાન વેઠી રહી છે ત્યારે આ વેપારીઓ નો આક્રોશ પણ વર્તાશે અને ધધાં ને નુકશાન થશે.જો તંત્ર દ્વારા લારી રેકડીઓ કે પાથરણા વાળા કે કોમ્પ્લેક્ષ ના દુકાનધારકો ને હેરાન કરશે તો વિપક્ષ દ્વારા ઉગ્ર આદોલન કરશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here