ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા નરેશ કનોડિયાનું કોરોનાને કારણે નિધન, ભાઈ મહેશ બાદ નરેશની અલવીદાથી ચાહકોમાં શોક

બ્રિજેશ ગૌસ્વામી
ગુજરાતી ફિલ્મોમાં સુપર સ્ટાર રજનીકાંત જેવી નામના ધરાવતા અભિનેતા અને પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડિયાનું કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા નરેશ કનોડિયા અને સંગીતકાર મહેશ કનોડિયા બંનેના થોડા થોડા દિવસોના અંતરે જ થયેલા અવસાનને પગલે લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

ત્યારે સિહોરના નવ નિર્મિત કોમ્પલેક્ષ સિનેમા ખાતે પણ તેમના અવસાનને પગલે શોકની લાગણી વ્યક્ત કરી હતી.અને એક દિવસ સિનેમા બંધ રાખવાની જાહેરાત સંચાલકો દ્વારા કરવામાં આવી હતી નરેશ કનોડિયાનો જન્મ 20 ઓગસ્ટ 1943 એ મોઢેરાથી નજીક આવેલા મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના કનોડા ગામમાં થયો હતો. નરેશ કનોડિયાએ ફિલ્મ ‘વેલીને આવ્યા ફૂલ’થી પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.

નરેશે અનેક હિટ ગુજરાતી ફિલ્મ્સ આપી હતી. નરેશ તથા ગુજરાતી એક્ટ્રેસ સ્નેહલતાની જોડી હતી, જેમણે અનેક હિટ ગુજરાતી ફિલ્મ્સમાં સાથે કામ કર્યું હતું. નરેશ કનોડિયાએ રીમા સાથે લગ્ન કર્યાં છે. તેમનો એક પુત્ર હિતુ કનોડિયા છે, હિતુ કનોડિયા પોતે પણ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનો સ્ટાર છે અને સાથે જ ઈડર વિધાનસભા બેઠકના ધારાસભ્ય પણ છે. હિતુએ ગુજરાતી એક્ટ્રેસ મોના થીબા સાથે લગ્ન કર્યા છે. બંનેને એક દીકરો રાજવીર છે.

નરેશ કનોડિયાી ફિલ્મી સફરની વાત કરીએ તો તેમણે હિરણને કાંઠે, મેરૂ માલણ, ઢોલામારુ, મોતી વેરાણા ચોકમાં, પાલવડે બાંધી પ્રીત, પરદેશી મણિયારો, વણઝારી વાવ, તમે રે ચંપો ને અમે કેળ, જોડે રહેજો રાજ પારસ પદમણી, કાળજાનો કટકો, બેની હું તો બાર બાર વરસે આવીયો, વટ, વચન ને વેર, લાડી લાખની સાયબો સવા લાખનો જેવી અનેક સફળ ફિલ્મોમાં કામ કર્યું કે જે ફિલ્મો આજે પણ ચાહકોને યાદ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here