સિહોર નગરપાલિકામાં ઇથોસ કંપની હેઠળ કામ કરતા કર્મચારીઓને પગારની મળી હૈયાંધારણા

શંખનાદ વધું એક વખત સમાચારોમાં અગ્રેસર રહ્યું, દલિત અધિકાર મંચ અને વિપક્ષની રજૂઆતો રંગ લાવી, જવાબદાર અધિકારીએ કર્મીઓને કહ્યું થોડા દિવસોમાં પગાર થઈ જશે કામે લાગો

હરેશ પવાર
સિહોર પાલિકામાં છેલ્લા થોડા દીવસોથી ઇથોસ કંપનીઓના કર્મીઓના ચાલતા વિવાદમાં ટાઢું પાણી રેડી દેવાયું છે છેલ્લા થોડા દિવસોથી નગરપાલિકાના કર્મચારીઓને લઈને ઇથોસ કંપનીનું નામ ભારે ચર્ચામાં આવ્યું હતું. જેમાં કોન્ટ્રકટના કર્મચારીઓને છેલ્લા ઘણા સમયથી પગાર આપ્યો ન હોવાને કારણે મામલો મીડિયા સુધી આવતા સમગ્ર વિવાદને શંખનાદ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો સમગ્ર મામલે દલિત અધિકાર મંચ અને વિપક્ષ દ્વારા રજૂઆતો પણ કરવામાં આવી હતી આજે સિહોરના ઇથોસ કંપનીના કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે.

જેમાં કંપની દ્વારા કર્મચારીઓનો બાકી નીકળતો પગાર કરવાની હૈયાધારણ આપી તેમજ તમામ ને ફરીથી કામે લાગી જવાની વાત કરતા તમામ કર્મીઓ ફરીથી કામે લાગી ગયા હતા કર્મચારીઓને રાહત મળતા આ આવેલ વિઘ્નમાં મદદ કરેલ તમામ હોદેદારો અને મીડિયાનો આભાર માન્યો હતો સમગ્ર ઘટનામાં દલિત અધિકાર મંચ અને વિપક્ષની રજૂઆતો રંગ લાવી છે અને શંખનાદ સમાચારોમાં વધુ એક વખત અગ્રેસર રહ્યું છે આજે પાલિકાના મુખ્ય અધિકારીએ કર્મીઓ સાથે ચર્ચાઓ કરી પગાર થઈ જશે કામે લાગી જાઓનું કહીને સમગ્ર મામલે ઠંડુ પાણી રેડી દેવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here