બોયલર ફાડયું અને ઘટના આગમાં ફેરવાઈ , ધડાકો એવો થયો કે સ્થાનિક આજુબાજુના રહીશોના ઘડીભર શ્વાસ થંભી ગયા..

બનાવ સમગ્ર શહેરમાં ટોક ઓફ ધ ટાઉન, આગને કાબુમાં લેવા ફાયર વિભાગ દોડી ગયો..

બ્રિજેશ ગૌસ્વામી – દેવરાજ બુધેલીયા
સિહોરના પ્રખ્યાત મુનિ પેંડાવાળાની મોટાચોક વિસ્તારમાં આવેલ દૂધની મીની ફેકટરીમાં બોયલર ફાટતા આગ લાગી હતી અને જેમાં લાખોની મતાની નુકશાની થઈ હોવાનું જાણવા મળે છે બનાવમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે અને જેને સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવેલ છે સિહોરના ખ્યાતનામ મુનિ પેંડા વાળા ની દૂધની મીની ફેક્ટરી કે જ્યાં મીઠાઈ બનાવવામાં આવે છે ત્યાં આજે બપોરે એક બોઇલર માં બ્લાસ્ટ થયો હતો.

આ ધડાકો એટલો જોરદાર હતો કે જેનો અવાજ આજુબાજુ સુધી સંભળાયો હતો જ્યારે ધડાકા ના પગલે વિકરાળ આગ પણ ભભૂકી ઉઠી હતી.બોઇલર ફાટતા ત્યાં કામ કરી રહેલા એક શખ્સ ને ગંભીર ઇજા થવા પામી હતી. જેથી તેને પ્રાથમિક સિહોર અને ત્યારબાદ વધુ સ્થિતિ ગંભીર જણાતા ભાવનગર હોસ્પિટલ માં ખસેડવા માં આવ્યો છે.આ બનાવ ને પગલે લોકોના ટોળા ઉમટી પડયા હતા.

જ્યારે ભભૂકેલી આગ ની જાણ ફાયર ને કરવામાં આવતા ફાયર સ્ટાફ ઓન ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો.ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો .આ આગ માં કેટલું નુકશાન થયું છે તેનો અંદાજ લગાવી શકાયો નથી પરંતુ સુત્રોનું કહેવું છે કે આગના કારણે લાખ્ખોની મતાની નુકશાની થવા પામી છે બનાવ સમગ્ર શહેરમાં ટોક ધ ટાઉન બન્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here