સિહોર પીઆઇ કનકસિંહ ગોહિલની પ્રેરક ઉપસ્થિત માં કાર્યક્રમ યોજાયો
ગૌતમ જાદવ
સિહોરના નવા ગુંદાળા માં રામનગર વિસ્તારમાં આવેલ શ્રી સ્વામિનારાયણ સેવા કેન્દ્રમાં અહીંના વિસ્તારના પછાત ગરીબ બાળકો સાથે 31ની વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવી હતી. સ્વ.નેહાબહેન પ્રવીણભાઈ જોગીયાની પુણ્યતિથી નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ સ્થિત ધંધાર્થી પરેશભાઈ વિમલભાઈ તથા તેમના માતૃશ્રી જિયાબહેન પ્રવીણભાઈ તેમના પરિવાર સાથે શ્રી સ્વામિનારાયણ કેન્દ્રમાં કાર્યક્રમમાં પધાર્યા હતા. તેમને આ સેવા કેન્દ્રમાં અહીંના ગરીબ બાળકોના મનોરંજન માટે થઈને 43 ઇંચનું ટીવી સંસ્થાને દાન કર્યું હતું.
આ પ્રસંગે સેવા કેન્દ્રમાં ત્રિવિધ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતુ. અહીં કાર્યક્રમ માં ધવલભાઈ શાહ( અમેરિકા) તરફથી વિધાર્થીઓને ડિક્શનરી નું વિતરણ કરવામાં આવ્યું હતુ. તેમજ નિષવા ના જન્મદિવસ નિમિતે હાર્દિકભાઈ નાવડીયા તરફથી ગરીબ દીકરીઓને કટલેરી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અહીં કાર્યક્રમમાં બાળકો દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.
અહીં કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સિહોર પોલીસ મથકના નવનિયુક્ત પીઆઇ ગોહિલ સાહેબ તથા પી.કે.મોરડીયા, હરીશભાઈ પવાર, ગૌતમભાઈ રામાનુજ, રાજભા ગોહિલ, ભરત મેમોરિયલ ટ્રસ્ટ ના પ્રમુખ અરુણાબહેન તથા જ્યોત્સનાબહેન, તથા નરેશભાઈ સુખડીયા શંખેશ્વર એ હાજરી આપીને બાળકોનું પ્રોત્સાહન વધાર્યું હતુ. અહીં સેવા કેન્દ્રમાં ડોમ બનાવવા માટે મજૂરી કામ માટે થઈને ચેતનભાઈ રાઠોડે ફાળો આપ્યો હતો.