સિંહ આપણા રાજ્યનું ખમીર અને શાન છે, ગુજરાતની ઓળખ છે, અન્ય રાજ્યોમાં સિંહોને ખસેડવા યોગ્ય નથી, સિહોર રોયલ ક્રિકેટ કલબે આવેદનપત્ર પાઠવી રજુઆત કરી


સલીમ બરફવાળા
ગુજરાતનું ખમીર સિંહને અન્ય રાજ્યોમાં સ્થળાંતર કરવાની વાતને લઈ વિરોધનો સુર ઉઠ્યો છે સિહોરનું રોયલ ક્રિકેટ કલબે રજૂઆતો કરીકે સિંહો રાજ્યની શાન છે એમનું થતું સ્થળાંતર અટકાવો વડાપ્રધાન દ્વારા જાહેર થયેલ “ પ્રોજેક્ટ લાયન ” નામથી સૂચિત યોજના અન્વયે આપણા ગુજરાતનું ગૌરવ , ખમીર અને શાન એવા એશિયાટીક સિંહને અન્ય રાજ્યોમાં સ્થળાંતર કરવાની જોગવાઇ કરવામાં આવેલ છે , જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ . સિંહમાત્ર ગીરની જ નહી પણ સમગ્ર ગુજરાતની ઓળખ છે અને ગીરનું જંગલ સાવજનું ઘર છે જ્યાં તે સૌથી વધારે સુરક્ષિત છે , જેના સાક્ષીરૂપ વન વિભાગના આંકડા મુજબ ૨૦૧૦ માં સિંહની સંખ્યા ૪૧૧ હતી.

જે વધીને ૨૦૧૫ માં પ 23 થઇ અને હાલમાં હમણા જ કરેલ ગણતરી મુજબ ૨૦૨૦ માં ૬૭૪ સિંહની વસ્તી નોંધાયેલ છે જે દર્શાવે છે કે ગીરમાં સિંહનું સંવર્ધન અને સંરક્ષણ શ્રેષ્ઠતમ છે અન્ય રાજ્યમાં તેના અસ્તીત્વનો સવાલ ઉભો થઇ શકે છે . ગીરના લોકોને સિંહ સાથે આત્મીયતાનો સંબંધ હોય , તેઓ સિંહના રક્ષણ માટે હંમેશા સમર્પિત રહે છે અને કોઇ પણ પ્રાણીના અસ્તીત્વ ઉપર વાતાવરણ અને સ્થાનિક પરિસ્થિતિનો ખૂબ મોટો પ્રભાવ હોય છે ગીરનું જંગલ સિંહના વસવાટમાટે સંપૂર્ણ રીતે સાનુકૂળ હોવાથી સિંહને ગીરમાં જ રહેવા દેવામાં આવે અને અન્ય રાજ્યોમાં સ્થળાંતર કરવામાં ન આવે તેવી લાગણી અને માંગણી વ્યક્ત કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here