ખેડૂતોની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી, અતિવૃષ્ટિ કમોસમી વરસાદની વચ્ચે જોઈએ તેવા પાકના ભાવો મળતા નથી, બીજી બાજુ નેસડા બાદ ખાખરીયાના ખેડૂતોને જીવવું દોહલું બન્યું


બ્રિજેશ ગૌસ્વામી
નેસડા અને ખાખરીયા ગામના ખેડૂતની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લેતી નથી અતિવૃષ્ટિ અને કમોસમી માવઠાનો માર હજુ સુકાયો નથી ત્યાં હવે ખેડૂતના ખેતરોમાં ગટરના પાણી પોહચ્યા છે જેથી ખેડૂતોના હાલ-બેહાલ થયા છે હાલત કફોડી બની છે સિહોરના નેસડા ગામના ખેડૂતોએ થોડા દિવસો પહેલા પોતાના ખેતરોમાં ગટરના પાણી પોહચ્યા હતા જે મુશ્કેલીઓની મીડિયા સામે હૈયાવરાળ ઠાલવી હતી.

તંત્રની અણઆવડત અને બેદરકારી જગતતાતને મુશ્કેલીમાં મૂકી રહ્યો છે ખેડુના ખેતરો સુધી ગટરના પાણી પોહચી રહ્યા છે અગાવ અહીંના ખેડૂતો રજૂઆતો કરી કરીને થાક્યા પરંતુ તંત્ર માંથી કોઈ સાંભળનારું નથી નેસડા બાદ ખાખરીયા સુધી હવે સિહોર શહેરનું ગટર અને ગંદુ પાણી પોહચ્યું છે ખાખરીયા ગામના ખેડુતોનું કહેવું છે કે આ બાબતે અમે અગાઉ અનેક વખતો રજૂઆતો કરી છતાં મુશ્કેલી પરેશાનીનો કોઈ નિવાડો આવતો નથી.

અમારી મુશ્કેલી અને કઠણાઈ કેડો મુક્તિ નથી હવે ખેતરોમાં ગટરના પાણી જઈ રહ્યા છે જેથી પાક નુકશાનીની ભીતિ દેખાઈ રહી છે એક તરફ અતિવૃષ્ટિ અને કમોસમી માવઠાના મારની હજુ કળ વળી નથી ત્યાં ગટરના પાણીએ મોટી હેરાનગતિ ઉભી કરી છે ત્યારે અહીં ખેડૂતોને જીવવુ દોહલું બન્યું છે ખેડૂતોમાં હાલ-બેહાલ થયા છે તંત્ર તાકીદે યોગ્ય કરે ખેડૂતોની મુશ્કેલી ઓછી કરે તે જરૂરી જણાઈ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here