નાની મેમણ જમાત સિહોર અને ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન યુથ વિંગ્સ સિહોર દવારાના સયુક્તમાં હોસ્પિટલ ખાતે ફુડ વિતરણ કરાયુ

હરેશ પવાર
આજે મુસ્લિમ સમાજ માટે પવિત્ર દિવસ છે ઇદ એ મિલાદ છે જે ઇસ્લામ ધર્મના મહાન પયગંબર મોહંમદ સાહેબ નો જન્મ દિવસ છે જેની ઉજવણી નાની મેમણ જમાત સિહોર અને ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન યુથ વિંગ્સ સિહોર દવારા સરકારી હોસ્પિટલમાં દર્દીઓ ના હાલચાલ પુછી ફ્રુટ આપી પયગંબર મોંહમદ સાહેબ ના બતાવેલા રસ્તા પર ચાલી ને કરવામાં આવ્યું હતું આ કાર્ય મા ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન ના ઝોનલ સેક્રેટરી રફીકભાઈ હુનાણી તથા મેમણ સમાજ મહિલા આગેવાન ફેમિલાબેન હુનાણી અને સાજીદ હુનાણી ખાસ હાજર રહયા હતા.

મૌલાના સૈયદ સાહેબ તથા મૌલાના ફુરકાન સાહેબ દવારા બિમારો ને શિફા તેમજ સમગ્ર દેશ કોરોના મુકત બને એવી દુઆ કરવામાં આવી હતી જયારે નાની મેમણ જમાત સિહોર ના આગેવાનો અશરફભાઇ મેમણ, હાજી સોહિલભાઇ વડીયાવાળા, ઇકબાલભાઇ એમદાણી (મુન્નાભાઇ મેમણ),હુસેનભાઇ તેલી,રફીકભાઈ રાવાણી, ઇરફાનભાઇ કાશમાણી સાથે ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન યુથ વિંગ્સ સિહોર ના ઇન્ચાર્જ અમન હુનાણી, મુનાફભાઇ ગનીયાણી સહિત મોટી સંખ્યામાં મેમણ આગેવાનો, યુવાઓ એ આ ફુડ વિતરણ કરી ઇદ એ મિલાદ ની ઉજવણી કરવામાં આવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here