રાત્રે ૮ વાગે ઓનધ સ્પોટ

સિહોર ભાવનગર રોડ ઉપર અમીન સોડા નજીક કપાસ ભરેલા ટ્રકે અફડા-તફડી મચાવી દીધી

બ્રિજેશ ગૌસ્વામી
બેફામ ટ્રક ઝાડ સાથે અથડાયો, ઝાડ સાથે વીજવાયર પડ્યો અને અફડા-તફડી મચી, અધડા શહેરમાં અંધારપટ રહ્યો, એક સાઈડનો રોડ એકાદ કલાક બ્લોક રહ્યો, વાહન ચાલકો બેફામના કારણે તંત્રને અણધારી ઉપાદીઓ રહે છેસિહોર શહેરમાં સમી સાંજના ૭ વાગ્યાના અરસામાં એક કપાસ ભરેલ ટ્રક જાણે ભાવનગર રોડ પર અણધારી ઊપાદીની વચ્ચે પસાર થતો હતો પરંતુ કુદરત અને ઈશ્વરની કૃપાએ બધું જ હેમખેમ પાર પાડ્યું છે.

આજે સાંજના ઢળતી સાંજે સિહોરના રાજકોટ ભાવનગર રોડ ઉપર અમીન સોડા નજીક એક કપાસ ભરેલો ટ્રક પસાર થતા ટ્રક ઝાડ સાથે અથડાતા જીવતો વાયર પણ સાથે તૂટ્યો હતો. ટ્રકના કારણે વાયરની સાથે એક મોટું વૃક્ષ પડી જતા નીચે પડેલ કાર ઉપર પડતા નુકશાન પહોંચ્યું હતું. જીવતો વાયર પડતા સિહોરના અડધા વિસ્તારમાં અંધકાર છવાઈ ગયો હતો બનાવને લઈ

થોડા સમય માટે ભારે અફડા-તફડી મચી ગઇ હતી ભાવનગર તરફનો એક માર્ગ એકાદ કલાક બંધ રહ્યો હતો બનાવને લઈ વીજતંત્ર કાફલો તાકીદે પોહચી કામગીરી હાથ ધરવામાં આવી હતી થોડા સમય માટે ટ્રાફિક સર્જાયો હતો વાહનોની કતારો લાગી હતી કામગીરી બાદ વિજતંત્ર દ્વારા પુન વીજપુરવઠો શરૂ કરાયો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here