ઉમેદવારોને જીતાડવા રાત-દિવસ તનતોડ મહેનત કરી રહ્યા છે, આટલી મહેનત સ્થાનિક તાલુકાના વિકાસ માટે કરે તો સિહોર સીંગાપોર બની જાય તેમ છે! – લોકોમાં થઈ રહેલો કટાક્ષ


મિલન કુવાડિયા
ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણીનો જંગ જીતવા માટે ભાજપ અને કોંગ્રેસના પ્રદેશ આગેવાનો ઉમરાળા વલ્લભીપુર વિસ્તારોમાં આંટાફેરા મારી રહ્યા છે. સાથે સાથે સિહોર શહેર અને તાલુકાના બંને પક્ષના આગેવાનો પણ પોતાના પક્ષના ઉમેદવારને જીતાડવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. ત્યારે આટલી મહેનત આગેવાનો સિહોર તાલુકાના વિકાસ માટે કરતા હોય તો બાધી જ સમસ્યાઓ ઉકેલાઈ જાય! તેવો કટાક્ષ લોકોમાં થઈ રહ્યો છે. ગઢડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જાહેર થતા જ પ્રચાર-પ્રસાર વેગવાન બન્યો છે. તેમાં સિહોર શહેર અને તાલુકાના ભાજપ અને કોંગ્રેસના આગેવાનો પણ ગઢડા વિસ્તારોમાં જઈને હરખભેર રાત-દિવસ પ્રચાર કરી રહ્યા છે.

સિહોર શહેર અને તાલુકાની અનેક સમસ્યાઓ અંગે મહેનત કરવાના બદલે ખુબ દુર ગઢડા વિસ્તારોમાં પહોંચ્યા છે. ગઢડા સહિત ઉમરાળા અને વલ્લભીપુર તાલુકામાં સિહોરના આગેવાનો ઘરે ઘરે ફરીને પોતાના ઉમેદવારો માટે મત માગી રહ્યા છે. તેમજ લોકોની સમસ્યાઓ સાંભળીને તેને ઉકેલવાની ખાતરી આપી રહ્યા છે. સિહોરના આગેવાનોને તાલુકા ઈન્ચાર્જાથી માંડીને બુથ લેવલ સુધીની જવાબદારીઓ આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઢડા બેઠક પરંપરાગત રીતે કોંગ્રેસની રહી છે.

જોકે ભાજપ આ બેઠક જીતવા માટે જમીન-આસમાન એક કરીને મહેનત કરવામાં આવી રહી છે. ત્યારે સિહોરના જાગૃત નાગરિકોમાંથી ઉઠતા સૂર અનુસાર આટલી નિષ્ઠા અને મહેનત સિહોરના વિકાસ થતા સમસ્યાઓ ઉકેલવા માટે આગેવાનો કરે તો સિહોર સીંગાપોર બને તેમ છે તે વાસ્તવિક અને સત્ય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here