કિસાન ક્રાતિ ટ્રષ્ટ દ્વારા મુખ્યમંત્રી કિસાન યોજના તાકીદે ચૂકવવાની માંગ સાથે સિહોર પંથકના ખેડૂતો સાથે બેઠકોનો દોર

મુખ્યમંત્રી કિસાન યોજના તાકીદે ચૂકવો તે માંગણી સાથે કિસાન ક્રાંતિ ટ્રષ્ટની અનેક ગામોમાં બેઠક, તાલુકના હજારો ખેડૂતોનું કિસાન ટ્રષ્ટને સમર્થન


સલીમ બરફવાળા
લડશું તો જીતશું અને માંગશુ તો મળશેના બેનર સાથે કિસાન ક્રાંતિ ટ્રષ્ટ દ્વારા મુખ્યમંત્રી કિસાન યોજના તાકીદે ચૂકવવાની માંગ સાથે ખેડૂતોની જાગૃતિ માટે બેઠક અને મિટિંગઓનો દોર શરૂ થયું છે જે બેઠકોમાં સિંહોર તાલુકાના હજારો ખેડતોનું સમર્થન કિસાન ક્રાંતિ અને આગેવાનોને મળી રહ્યું છે એક તરફ અતિવૃષ્ટિ અને બીજી કમોસમી વરસાદે ખેડૂતોની હાલત ખરાબ કરી દીધી છે ત્યારે સરકારે પેકેજની જાહેરાતો કરી છે પરંતુ થોડા દિવસ પહેલા કિસાન ટ્રષ્ટના આગેવાન ઘનશ્યામભાઈ મોરીએ જિલ્લાના મુખ્ય અધિકારી સાથે વાત કરીને મુખ્યમંત્રી કિસાન યોજનામાં સિહોર અને તળાજાના વિસ્તારોમાં સર્વેની કામગીરી ક્યાં સુધી પોહચી છે.

તેના જવાબમાં અધિકારી દ્વારા મુખ્યમંત્રી કિસાન યોજના માટે હાલ કોઈ સર્વે ચાલુ ન હોવાનું કહ્યું હતું અને બાદમાં કિસાન ટ્રષ્ટ દ્વારા રજૂઆતો આવેદનો સાથે મુખ્યમંત્રી કિસાન યોજનામાં તાકીદે સર્વે કરીને સહાય ચુકવવાની માંગ કરી હતી જોકે યોજના મામલે હાલ સુધી કોઈ પણ સર્વેની કામગીરી શરૂ નહીં થતા હવે કિસાન ક્રાંતિ ટ્રષ્ટ મેદાને પડ્યું છે સિહોર તાલુકાના ગામે ગામ ખેડૂતો સાથે બેઠકોનો દોર શરૂ કર્યો છે તાલુકાના પીપળીયા, નાનાસુરકા, પાલડી, નવાગામ, ખાતે ખેડૂતો અને ટ્રષ્ટના આગેવાનોની બેઠકો મળી હતી.

એક સુરે લડશું તો જીતશું અને માંગશુ તો મળશે ના નારા સાથે કિસાન ટ્રષ્ટને હજારો ખેડૂતોનું સમર્થન મળી રહ્યું છે આવતા દિવસોમાં સિહોર તાલુકાના ખેડૂતોની કેટલીક માંગણીઓ સાથે એક મોટા આંદોલનનો પણ તખ્તો ઘડાઈ રહ્યો છે ત્યારે હાલતો કિસાન ક્રાંતિ ટ્રસ્ટના પ્રદેશ પ્રમુખ ઘનશ્યામભાઈ મોરી, વિઠ્ઠલભાઇ વાઘાણી, ઠાકરશીભાઈ, કિરીટભાઈ, લક્ષમણભાઈ, કરણસિંહ, સહિતના આગેવાનો ગામે ગામ બેઠકો લઈ રહ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here