સમી સાંજે ખરીદીમાં ઝડિયા પડી ગયા, કોરોનાના ભય વચ્ચે પણ શરદપુનમની રાતે લાખો રૂપિયાનું ઊંધિયું ઓહ્યા કરતા સિહોરીઓ

દેવરાજ બુધેલીયા
આસો સુદ પૂનમ એટલે શરદપુનમ. દર વર્ષે શરદપુનમ ની રાતે લોકો ગરબા રમીને ખુલી જગ્યામાં જઈને ઉંઘીયું પુરી અને દહીવડાનો સ્વાદ માણતા હોય છે. ત્યારે આ વર્ષે કોરોના મહામારી વચ્ચે લગભગ બધા જ તહેવારો ઉજવણી વગરના જ લોકોએ ઘરે બેઠા મનાવ્યાં છે.

ત્યારે આજે ઉંઘીયું અને દહીવડા ના વેપારીઓ ને થોડો ડર હતો કે ગ્રાહકોની ભીડ જામશે કે કેમ પણ સિહોર સહિત પંથકમાં સ્વાદના શોખીનોએ આજના દિવસે ઉંઘીયું દહીવડાની ખરીદી કરી શરદપુનમ ની ઉજવણી કરી હતી. લગભગ સાંજ પડતા જ વેપારીઓને ત્યાં ગ્રાહકોની લાંબી લાઈનો લાગી ગઈ હતી.

સિહોર વાસીઓ લાખો રૂપિયાનું ઉંઘીયું ઓહ્યા કરી ગયા હતા. દુકાનદારો ના ઉંઘીયા ના તપેલા સફાચટ થઈ ગયા હતા. સ્વાદના શોખીન ગુજરાતીઓ કોરોનાંને ભૂલીને ઉંઘીયું પુરીની જ્યાફ્ત માણવા બેસી ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here