માટીના દિવડાઓની જગ્યાએ ઉડીને આંખે વળગતી રોશની સાથેની ઈલેકટ્રોનીકસ આઈટમ્સનું ધૂમ વેચાણ

બ્રિજેશ ગૌસ્વામી
રોશનીના પર્વ સમુહ દિપાવલીના તહેવારનું હવે કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયેલ છે ત્યારે ઉત્સવપ્રિય સિહોરવાસીઓ તેના આગમનને હરખભેર વધાવવા નવી ખરીદી સહિતના આયોજનમાં સક્રિય બન્યા છે. આદી કાળથી દિવાળીના તહેવારમાં ઘર અને દુકાનોમાં માટીના દિવડાઓથી રોશની કરવાની ઉજજવળ પરંપરા આજની તારીખે પણ યથાવત જોવા મળી રહી છે ત્યારે હવે માટીના દિવડાઓનું સ્થાન ઈલેકટ્રોનિકસની અવનવી આઈટમોએ છીનવી લીધુ છે. આદિ કાળથી દિવાળી જેવા મહત્વના મહાપર્વોમાં ઘરના આંગણામાં, દુકાન, પેઢીઓમાં માટીના દિવડાઓમાં દિવાઓ કરી રોશની કરવામાં આવતી હતી.સામાન્ય રીતે ધનતેરસથી લઈને છેક લાભપાંચમ સુધી ઘર દુકાનોથી લઈને મોટા ભાગના સ્થળોએ માટીના ડિઝાઈનર દિવડાઓ ઝળહળતા કરાય છે.

જે ઉજજવળ પરંપરા આજની તારીખે પણ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં અકબંધ રહી હોય માટીના સાદાથી લઈને ડિઝાઈનર દિવડાઓનું નિર્માણકાર્ય શહેરમાં પુરજોશમાં થઈ રહ્યુ છે એટલુ જ નહિ બજારોમાં તેનું ધુમ વેચાણ પણ શરૂ થઈ ગયેલ છે.દરમિયાન આ માટીના કોડીયા, દિવેટીયાઓમાં ઘીની વાટ પવનના કારણે વારંવાર ઓલવાઈ જતા તેની કડાકુટ રહેતી હોય હવે તેના વિકલ્પમાં ઈલેકટ્રોનીકસ સીરીઝવાળા કોડીયા, મુકવાનો શહેરના પોશ વિસ્તારમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે.  શરદપૂર્ણિમાની રંગે ચંગે ઉજવણી કર્યા બાદ હવે પ્રકાશ પર્વસમુહ દિપાવલીની ઉજવણી આડે હવે ગણત્રીના દિવસો બાકી રહ્યા હોય ઉત્સવપ્રિય આગમનને હરખભેર વધાવવા ઘર,દુકાન, પેઢીમાં સફાઈ અભિયાન, જરૂરી સમારકામ,રંગરોગાન,સુશોભનની તૈયારીઓમાં વ્યસ્ત બન્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here