સિહોર વિદ્યામંજરી સંસ્થા ખાતે માર્ગદર્શક સેમિનાર
દેવરાજ બુધેલીયા
સિહોર શહેરની સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ ખાતે ધોરણ – ૧૨ નાં વિદ્યાર્થી પ્રસાદ પવનકુમાર અને વાઘેલા સાગર દ્વારા ધોરણ – ૧૦ નાં વિદ્યાર્થીઓને મોટીવેશનલ સ્પીચ આપવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓને તેમનાં જીવનની કારકિર્દીમાં કેવી રીતે આગળ વધવું?, બોર્ડની પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી? અને આ પરીક્ષામાં કેવી રીતે સારા માર્ક્સ મેળવવા? તે વિશે માહિતી આપી હતી. શાળાનાં સંચાલક શ્રી મોરડીયાસર તેમજ માધ્યમિક વિભાગનાં શિક્ષકશ્રી વિજયભાઇ ચાવડા અને મહેશભાઇ મકવાણા દ્વારા પણ વિદ્યાર્થીઓને મોટીવેશનલ સ્પીચ આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યામંજરી જ્ઞાનપીઠ શાળા પરીવારે ભારે જહેમત ઉઠાવી હતી.