ગેરબંધારણીય શબ્દો ઉચ્ચારી સમગ્ર દલિત સમાજની લાગણી દુભાઈ છે, નાયબ મુખ્યમંત્રી સામે કાર્યવાહીની માંગ, અન્યથા આંદોલન


હરીશ પવાર
મોરબી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા દલિત સમુદાય માટે જાતિ સૂચક શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેથી લોકોમાં હાલ ભારે રોષ પણ જોવાયો છે આ અંગે માફી માંગવા અંગે વિવિધ દલિત સમાજ દ્વારા માંગ પણ કરવામાં આવી રહી છે સમગ્ર મામલે ગઈકાલે સિહોર ખાતે રિપબ્લિકન પાર્ટી દ્વારા રજૂઆત કરવામાં આવી છે આ સાથે વિવિધ દલિત સમાજમાં ભાર રોષ પણ જોવા મળી રહ્યો છે.

રિપબ્લિક પાર્ટી દ્વારા કહેવાયું છે કે નીતિનભાઈ  પટેલ જાહેરમાં માફી નહીં માંગે તો ઝલદ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. નીતિનભાઈ  પટેલ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવાની માંગ કરી છે ફરિયાદ દાખલ કરવામાં નહિ આવે તો આંદોલન કરવાની ફરજ પડશે તેવું જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here