સિહોર નગરપાલિકામાં સબમર્શિબલ પમ્પોની ખરીદીમાં સૌથી મોટો ભષ્ટાચાર થતો હોવાનો ભાજપના જ ચેરમેનનો સનસનીખેજ આરોપ

જાહેર નીવીદા અને મંગાવેલ ભાવપત્રકની કાર્યવાહી રદ કરો, પ્રમુખ અને ચીફ ઓફિસર બન્ને ચેરમેનોના આંખે પાટા બાંધે છે, સબમર્શિબલ પમ્પો ખરીદીમાં મોટું કૌભાંડ, અહીં જાહેર હિતના ધજાગરા ઉડે છે : ભાજપ ચેરમેન દીપશંગભાઈ સૌથી મોટો આરોપ


બ્રિજેશ ગૌસ્વામી
સિહોર નગર પાલિકામાં છેલ્લા ૨૫ વર્ષથી ભાજપનું શાશન છે જેની વચ્ચે પ્રાથમિક સુવિધાઓ માટે પણ હોહા રહેતી હોઈ છે હવે ભાજપના જ નગરપાલિકા ચેરમેન દીપશંગભાઈએ મોટો આરોપ લગાવ્યો છે કે સબમર્શિબલ પમ્પોની ખરીદીમાં સૌથી મોટો ભષ્ટાચાર થઈ રહ્યો છે ત્યારે ચેરમેને ખુદ આરોપ સાથે ભષ્ટાચારની વાત કરી છે ત્યારે સમગ્ર મામલે હડકંપ મચ્યો છે થોડા દિવસ પહેલા નગરપાલિકા દ્વારા જાહેર નીવીદા આપી મંગાવેલ ભાવપત્રક તેમજ તે અન્વયે થયેલ સમગ્ર કાર્યવાહી ગેરકાયદેસર ગેરબંધારણીય રીતે માલાફાઈડ ઈરાદાથી કોઈપણ જાતના ઠરાવ અને જનરલ બોર્ડની વગર મંજુરીએ જાહેર નીવીદા આપી જે ભાવ પત્રક મંગાવવામાં આવેલ છે. જેમજ સ્ટાન્ડર્ડ કંપનીના સબ મર્સીબલ મંગાવવા અંગેનો ઉલ્લેખ છે.જયારે ટેન્ડરીંગ પ્રક્રિયામાં ટેન્ડર ઉપાડનાર એજન્સીને જે શરતો આપવામાં આવેલ છે.

તેમાં શરત નં . ૮ માં ચોકકસ ફીડલ ફાલ્કન કંપનીનાં જ ભાવો મોકલવાના રહેશે જણાવ્યું છે આમ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફીસરને આ કંપનીઓ સાથે મીલીભગત હોય તેવું સ્પષ્ટ થાય છે .એજન્સી સાથે મીલીભગત હોય પણ આ ષડયંત્ર ખુલ્લુ ન પડી જાય તે માટે જાહેર નીવીદામાં દરેક કંપનીના ભાવ મંગાવવાનું નાટક કરવામાં આવે છે જેથી નગરપાલિકામાં સરકારશ્રીની માર્ગદર્શીકા મુજબ જાહેર નીવીદા આપી વધારેમાં વધારે એજન્સીઓ આ બાબતમાં રસ ધરાવતી હોય તો હરીફાઈને લઈને નીચા ભાવો મળી શકે તેમ છે . તેમજ તેની સાથે નેગોસીએશન થવાથી પણ નગરપાલિકાને ઘણી આર્થીક રાહત મળી શકે તેમ છે તમામ ગંભીરતા લઈ તાત્કાલીક અસરથી આ ટેન્ડર પ્રક્રિયાને રદ કરવામાં આવે અને નવેસરથી સંપુર્ણ પ્રક્રિયા કાયદેસર નિયમ મુજબ કરવામાં આવે અન્યથા પ્રાદેશિક કમિશ્નર સુધી રજૂઆતો માટેની ચીમકી દીપશંગભાઈએ ઉચ્ચારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here