ભાષણ મામલે ભારે વિવાદ, દલિત સમાજમાં ભારે આક્રોશ, સિહોર ભાજપ શાશીત નગર પાલિકા સામેજ નાયબ મુખ્યમંત્રીનું પૂતળાનું દહન

હરિશ પવાર
મોરબી વિધાનસભાની પેટા-ચૂંટણીના પ્રચાર પ્રસાર દરમિયાન નીતિન પટેલ દ્વારા દિગવંત મહેશ કનોડિયા વિશે જાતિ વાંચક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ નિવેદન પછી નીતિન પટેલ સામે દલિત સમાજ રોષે ભરાયો હતો. તે વખતે દલિત સંગઠનો દ્વારા નીતિન પટેલના નિવેદનનો વિરોધ કરી માફીની માંગ ઠેર ઠેર થઈ રહી છે જેના પડઘા રૂપે આજે સિહોરમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. કાયદાની જોગવાઇ અનુસાર જાતિ વિષયક શબ્દનો ઉપયોગ કરી શકાય નહીં, પરંતુ નીતિન પટેલ રાજ્યના મહત્વપૂર્ણ પદ ઉપર બેસેલા હોવા છતાં તેનો ઉપયોગ કર્યો.

જોકે, કદાચ એવું માની લઈએ કે તેમને બદઈરાદાથી તે શબ્દનો ઉપયોગ કર્યો નહોઈ શકે તો તેમને સામે ચાલીને પોતાની ભૂલ બદલ દલિતોની માફી માંગવી જોઈતી હતી આજે સમી સાંજના સિહોર ભાજપ શાશીત નગરપાલિકા સામે દલિત અધિકાર મંચ દ્વારા નીતિનભાઈ પટેલનું પુતળું સળગાવીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો કાર્યકર્તાઓ ચીમકી ઉચ્ચારતા કહ્યું છે કે, જો હજું પણ નાયબ મુખ્યમંત્રી દ્વારા માફી માંગવામાં આવશે નહીં તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમજ પોલીસ મથકે નાયબ મુખ્યમંત્રી સામે પોલીસ ફરિયાદ કરવાની માંગ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here