આ ગામમાં ધંધા નથી, ફેરિયાઓની હાલતની કલ્પના કરીએ તો અરેરાટી ઉપડે છે, દિવાળીનો સમય છે તાકીદે લોન આપો : જયદીપસિંહ


બ્રિજેશ ગૌસ્વામી
કોરોના મહામારી અને લોકડાઉન પછી મંદી અને બેરોજગારી ફાટી નિકળી છે જેમા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પર માઠી અસર પડી છે ખાસ કરીને લારી પથરણા ફેરિયાઓ રોજે રોજ ફેરી કરી પોતાનુ ગુજરાન ચલાવતો વર્ગ પણ મોટા પ્રમાણમાં છે અને વર્તમાન સમય મા મુશ્કેલીઓ મા પણ છે અને અનલોક પછી વડાપ્રધાન દવારા જાહેર કરાયેલ રાહત પેકેઝ મા નોધાયેલા છુટક ફેરીયાઓ જેને સરકાર ની જાહેરાત મુજબ બેન્ક દવારા દસ હજાર ની લોન રૂપે સહાય આપવાની જાહેરાત કરાઇ છે અને સિહોરમાં નોંધાયેલ ફેરીયાઓ અંદાજીત ૬૫૦ જેટલા છે. આ યોજના નગરપાલિકા મા નેશનલ લાઇવલી વુડ મિશન હેઠળ આવે છે પણ હજુ સુધી કોઇને આ લોન રૂપે સહાય મળી નથી જેને લઇને સિહોર શહેર કોંગ્રેસ સમિતિ એ નગરપાલિકા ના નેશનલ લાઇવલી વુડ મિશન ને એક આવેદનપત્ર આપી.

તાત્કાલિક આ નોંધાયેલ ફેરીયાઓ ને લોન રૂપે સહાય આપવા રજુઆત કરવામાં આવી અને જયા સુધી આ રાહત અને સહાય લોનરૂપી નહિ મળે ત્યા સુધી લડત ચાલુ રાખી આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનો પણ ફેરીયાઓ ને સાથે રાખી કરવાની ચિમકી આપવામાં આવી સાથે સિહોર શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ જયદિપસિંહ ગોહિલ દવારા જાહેર કરવામાં આવ્યું છે કે આ લોન બિનજામીનપાત્ર છે કોઇ જામીન ની જરૂર નથી છતા પણ બેન્ક દવારા જામીન માગવામાં આવે તો સિહોર શહેર કોંગ્રેસ સમિતિ ના આગેવાનો જામીન થવા માટે તૈયાર છે આ આવેદનપત્ર અને રજુઆત મા જયદિપસિંહ ગોહિલ, ધીરૂભાઈ ચૌહાણ, રહીમભાઇ મહેતર, કેતનભાઇ મહેતા વિગેરે કોંગ્રેસ આગેવાનો દવારા કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here